બનાસકાંઠા/ ડીસાઃ બનાસકાંઠાના ડીસા પાસે આવેલ વાસણા-ગોળીયા ગામે તળાવમાં અચાનક હજારો માછલીઓના મોત થયાની ઘટના સામે આવી છે.આ ઘટનાને પગલે ગામના સરપંચ સહિત આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. માછલીઓના મોત અંગે તટસ્થ તપાસ કરાવવાની માંગ કરી છે. ડીસા તાલુકાના વાસણા-ગોળીયા ગામે આજે તળાવમાં એક પછી એક એમ હજારો માછલીઓનું મોત થયા છે.
સરપંચને જાણ કરીઃ આ મામલે અચાનક એક સાથે હજારો માછલીના મોત થયું હોવાના સમાચાર સરપંચ આપવામાં આવ્યા હતા. ગામના સરપંચ સહિત આજુબાજુના લોકો તળાવ પર દોડી આવ્યા હતા. જ્યાં તળાવમાં હજારો મૃત્યુ પામેલ માછલીઓ તરતી હાલતમાં જોવા મળી હતી. અચાનક માછલીના મોત થતાં લોકો અરેરાટી વ્યાપી હતી.
મોટી આશંકાઃ આ કેસમાં ગ્રામજનોનું માનવું છે કે, કોઈએ તળાવમાં ઝેરી પ્રવાહી નાખી દીધું હોય તેવી અમને પુરી શંકા છે. આ માટે અમે સ્થાનિક મામલતદાર અને અન્ય વિભાગમાં પણ જાણ કરી છે અને માછલીના મોત અંગે તટસ્થ તપાસ થવી જોઈએ. વાસણા ગોળીયા ગામમાં આવેલું આ વર્ષો જૂનું તળાવ છે. આ તળાવમાં બારેમાસ પાણી રહેતું હોવાના કારણે રોજબરોજ આજુબાજુ માંથી હજારો પશુ પંખીઓ આવીને પાણી પી તેમની તરસ છીપાવે છે. માછલીઓનાં મોત બાદ હવે ગ્રામજનોને પશુ પંખીઓની ચિંતા સતાવી રહી છે.
શું કહે છે લોકોઃ અમને સવારે જાણવા મળ્યું કે તળાવ માં ખુબ માંછલિયો મરી ગઇ છે તો અમે તાત્કાલીક તળાવ પર આવ્યાં અને અમે જોયું તો ખૂબ માછલીઓ મરી ગયેલી છે તો અમારી ઍકજ માંગ છે કે તંત્ર દ્વારા આની તપાસ કરવામાં આવે કે આ માછલીઓ શેના કારણે મરી અમને શંકા છે કે કોઈ પ્રવાહીના કારણે આ માછલીઓ મરી ગઇ છે કારણકે આ તળાવ હંમેશા પાણીથી ભરેલું રહે છે અહી પશુ પક્ષીઓ પાણી પીવા માટે આવે છે તો આ માછલીઓ કેમ્ મરી તેની તપાસ થાય એવી અમારી માંગણી છે. જોકે, સરપંચે તંત્રને જાણ કરી હોવાની વાત કરી છે.
ગોળીયા ગામનાં સરપંચે મને કોલ કર્યો કે તમે અહી આવો અમારાં ગામના તળામા માછલીઓ મરી ગઇ છે તો હુ તાત્કાલીક તળાવ પર આવ્યો અને તંત્ર માં જાણ કરી પણ હજુ સુધી કોઈએ કોઈ જવાબ આપ્યો નથી.--ભુરાભાઈ (દસાનાવાસના સરપંચ)
કારણ અકબંધઃ વાસણા-ગોળીયા ગામનાં જાગૃત નાગરિક વગતાજીએ જણાવ્યું હતું કે, મને સવારે જાણ સવારે ફોન દ્વારા સાત વાગે થઇ કે તળાવમાં માછલિયો મરી ગઇ છે. એનું કારણ હજુ સુધી કંઇ જાણવા મળ્યું નથી. મે મામલતદાર સાહેબને જાણ કરી રેવન્યુ અમારાં તલાટીને જાણ કરી છે. પશુપાલન વાળાઓને જાણ કરી પણ હજુ સુધી કોઈ આવ્યુ નથી અમારે એટલું જાણવું છે કે, માછલીઓ મરવાનું કારણ શુ કોઇએ તળાવ માં કોઈ કેમિકલ નાખ્યું છે કે, ગરમીના કારણે મરી છે. કારણ કે લાખોની સંખ્યામાં માછલીઓ મરી છે. અમને શંકા છે કે કોઈએ તળાવમાં કેમિકલ નાખ્યું છે તો તેની પૂરેપૂરી તપાસ થવી જોઈએ.