બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે વારંવાર કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગત મોડી રાત્રીએ પણ લાખણી તાલુકાના મોટાભાગના ગામમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ખેડૂતોના ખેતરમાં પડેલી બાજરીના પાકમાં મોટું નુકસાન થયું છે. ગામમાં પવન સાથે તેથી લાખણી તાલુકાના નાની ગામના ખેડૂતો પણ સહાયની માંગ કરી રહ્યા છે.
મોટી આશા હતીઃ મહત્વની વાત છે કે, લાખણી તાલુકાના ખેડૂતોએ વ્યાજે પૈસા લાવીને મોંઘા ભાવના ખાતર અને બિયારણો લાવીને ખેતી કરી હતી. આશા હતી કે, તેઓ આ બાજરીના પાકમાંથી કંઈક ઉપજ મળશે. કમોસમી વરસાદ પડતા ખેડૂતોના ખેતરમાં પડેલી બાજરી પલળી ગઈ હતી. બાજરીના પાકમાં ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતોના સપના પણ રોળાયા છે. ખેડૂતોએ અગાઉ પણ વ્યાજે પૈસા લાવીને બટાકાની ખેતી કરી હતી.
બટાટાના પાકને નુકસાનઃ જે પ્રમાણે કમોસમી વરસાદ પડ્યો તેનાથી બટાકાના પાકમાં નુકસાન થયું હતું. પૂરતા ભાવ નથા મળ્યા જેથી ખેડૂતોની પરિસ્થિતિ પણ ખરાબ હતી ત્યારબાદ ફરી ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને બાજરી તો વાવી પરંતુ જાણે ખેડૂત પર કુદરત રૂઠી હોય તેમ વારંવાર કમોસમી માવઠા થતા ખેડૂતોને બાજરીના પાકમાં મોટું નુકસાન થયું છે.
ખોટ ખાવાનો વારોઃ ખેડૂતોને પણ પડદા પર પાટો ખાવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ બાજરીની કાપણી કરી દીધી હતી. હવે માત્ર થોડા દિવસમાં તેઓ બાજરીનો પાક લઈ લેવાના હતા. અચાનક વારંવાર કમોસમી માવઠા થતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં દિવસે અને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે. મોટાભાગના તાલુકાઓમાં પાણી ખૂબ ઓછા છે. ખેડૂતોએ પણ પોતાની મોટાભાગની જમીન પડતી મૂકીને પોતાના પરિવાર રડી શકે એટલી બાજરી જેમ તેમ કરીને વાવી હતી.
બાજરીમાં ભેજઃ એમાં પણ છેલ્લા કેટલાક સમયથી માવઠા થઈ રહ્યા છે જેમાં જેમતેમ કરેલી વાવેલી બાજરીમાં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેડૂતોએ જેમ તેમ કરી વાવેલી બાજરી આજે પાણીમાં ગઈ છે ત્યારે ખેડૂતો પણ હવે નિરાધાર બની બેઠા છે. જે પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વારંવાર વરસાદ થવાના કારણે મોટું નુકસાન થયું છે મહત્વની વાત છે કે, પાંચથી સાત દિવસ પહેલા પણ બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમાં બાજરી પડી ગઈ હતી અને બાજરી ધૂળધાણી થઈ ગઈ હતી. અમે બાજરીને જેમ તેમ કરીને કાપણી કરી હતી.
કપરી સ્થિતિઃ આશા હતી કે, ખાતર બિયારણના પૈસા પણ એમાંથી મળશે. હવામાં વિભાગની આગાહી મુજબ ગત મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મોટાભાગના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં બાજરી પલળી ગઈ છે. આ બાજરી હવે કાળી પડી જશે. જે બાજરીની ચાર છે તે પણ કાળી પડી જશે એટલે અમારે એમાંથી એક રૂપિયાની પણ ઉપજ મળે તેમ નથી. તેથી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે, તાત્કાલિક ધોરણે સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેથી અમારા ખાતર બિયારણના પૈસા પણ મળી શકે નહીંતર હવે ખેડૂતને પરિસ્થિતિ ખૂબ કપરી છે.