ETV Bharat / state

બનાસકાંઠા ભૂસ્તર વિભાગે આંતરરાજ્ય ખનીજચોરી ઝડપી પાડી - undefined

બનાસકાંઠામાં રવિવારે ભૂસ્તર વિભાગે આંતરરાજ્ય ખનીજ ચોરી ઝડપી પાડી છે જેમા ગુંદરી ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં પ્રવેશતા ચાર ટ્રેલરને ચેક કરતા રોયલ્ટી વિના ફેલ્ડસ્પાર મળી આવ્યું હતું. પોલીસે 1.60 કરોડ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

khanij
બનાસકાંઠા ભૂસ્તર વિભાગે આંતરરાજ્ય ખનીજચોરી ઝડપી પાડી
author img

By

Published : Jul 19, 2021, 12:19 PM IST

  • બનાસકાંઠામાં ખનિજ ચોરી કરતા 4 ટ્રેલર ઝડપાયા
  • પોલીસે 1.60 કરોડ નો મુદ્દામાલ કબ્જે કર્યો
  • ઓચિંતી તપાસમાં ઘટના સામે આવી

બનાસકાંઠા: જિલ્લામાંથી બનાસ નદી પસાર થાય છે અને આ બનાસ નદીમાં વર્ષોથી સરકાર દ્વારા નીતિ નિયમ મુજબ ખનિજની કોરી ચલાવવા માટે પરમીશન આપવામાં આવી છે, પરંતુ જાણે સરકારના નીતિનિયમોથી રેતીની કોરી ચલાવતા સંચાલકો ને કંઈ જ લેવાદેવા ન હોય તેમ એક બાદ એક ગેરકાયદેસર રીતે ખનીજની મોટા પ્રમાણમાં ચોરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ખનીજના વ્યવસાય સાથે જોડાયેલા સંચાલકો છેલ્લા ઘણા સમયથી પૈસા કમાવાની લ્હાયમાં આડેધડ નદીમાં રેતીનું ખોદકામ કરવામાં આવી રહી છે. ખનીજ ચોરી કરતા તત્વો રાત્રિના સમયે ખનિજ ચોરી કરવામાં આવે છે, પરંતુ કેટલીકવાર જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવતા અત્યાર સુધી અનેકવાર ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઇ છે પણ હજુ પણ બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા રાત્રિના સમયે નદીની આજુબાજુ પેટ્રોલિંગ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી શકે તેમ છે.

ખનીજ ચોરી ઝડપાઇ

આજે રવિવારે રજાના દિવસે ભૂસ્તર અધિકારી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરની ટિમ ઓચિંતી તપાસમાં નીકળેલી હતી અને રાજસ્થાનથી ફેલ્ડસ્પાર ભરીને ગુજરાતના ગુંદરી ચેકપોસ્ટ પરથી બનાસકાંઠામાં પ્રવેશી રહેલ ચાર ટ્રેલરની તલાસી કરતા અને ચાલક ની પૂછતાછ કરતા રાજસ્થાનથી રોયલ્ટી વગર ફેલ્ડરપાર ભરીને કચ્છ જઇ રહ્યા હોવાનું માલુમ પડતા ભૂસ્તર વિભાગે ચાર ટ્રેલર સહિત રૂ 1.60 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ચારેય ટ્રેલર માલિકો ને 15 લાખ નો દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠા ભૂસ્તર વિભાગે આંતરરાજ્ય ખનીજચોરી ઝડપી પાડી

આ પણ વાંચો : બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ દ્વારા કરોડોની ખનીજ ચોરી ઝડપવા ડ્રોનનો ઉપયોગ શરૂ

રાજસ્થાનમાંથી રોયલ્ટી વગર આવતા ટ્રેલર ઝડપાયા

આ બાબતે ભૂસ્તર અધિકારી સુભાષ જોશીએ જણાવ્યું હતું કે ફેલ્ડરપાર ભરીને રાજસ્થાનમાંથી રોયલ્ટી વગર ગુજરાતમાં ટ્રેલર આવી રહ્યા હોવાની બાતમીના આધારે અમારી ટીમે ચાર ટ્રેલર ઝડપી પાડ્યા છે અને દંડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.જિલ્લા ભુસ્તર વિભાગની રજાના દિવસે ઓચિંતી તપાસ હાથ ધરતા આંતરરાજ્ય ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

આ પણ વાંચો : ભિલોડામાં ખનીજ ચોરોએ ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો કર્યો, 2 ઈજાગ્રસ્ત

આંતર રાજ્ય ખનીજ ચોરી કરતા તત્ત્વોમાં ફફડાટ

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ખનીજચોરી વધી રહી છે ત્યારે આ ખનીજ ચોરીને અટકાવવા માટે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી અલગ અલગ રીતે ખનીજચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે અત્યાર સુધી અલગ અલગ કીમિયા અપનાવી કરોડો રૂપિયાની ખનિજચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે જિલ્લામાં ભૂસ્તર વિભાગની રજાના દિવસે ઓચિંતી તપાસ હાથ ધરતા આંતર રાજ્ય ખનીજ ચોરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.