બનાસકાંઠા : જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક કુદરતી આફતોના કારણે નુકસાની વેઠવી રહ્યા છે, ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત ચાર વાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, ધાનેરા, ડીસા, સુઈગામ, ભાભર, પાલનપુર, દાંતા, દિયોદર, કાંકરેજ, અમીરગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સતત ચાર વાર બનાસકાંઠા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા સૌથી વધુ નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે.
વરસાદથી નુકસાન : બનાસકાંઠા જિલ્લામાં શિયાળાથી વરસાદનું આગમન થયું હતું. શરૂઆતમાં જ્યારે બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓમાં ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું, ત્યારે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાની સાથે જ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં જીરુ, રાયડો, ઇસબગુલ, બટાકા, રાજગરો, વરિયાળી, શક્કરટેટી, તડબુચ સહિતના બાગાયતી પાકોમાં અને શાકભાજીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. એક તરફ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી પોતાના ખેતરોમાં માંડ માંડ વાવેતર કર્યું હતું. તેવા સમયે જિલ્લામાં વરસાદ પડતાં ખેડૂતોને વાવેતરમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને જિલ્લાના સરહદી વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઇસબગુલ અને જીરાના પાકમાં સૌથી વધુ નુકસાન સામે આવ્યું હતું.
ખેડૂતો દ્વારા સર્વની માંગ : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીના પગલે મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી માવઠું થયું હતું. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ સતત કરા સાથે વરસાદ થયો હતો. જિલ્લામાં શિયાળામાં ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ રાયડો, જીરું, ઘઉં, વરિયાળી, બટાકા, ઇસબગુલ સહિતના પાકનું વાવેતર કર્યું હતું. જ્યારે અન્ય બાગાયતી પાકો જિલ્લામાં તૈયાર થયેલા હતા. સતત કેટલાક વર્ષોથી જિલ્લામાં કમોસમી વરસાદ અને કુદરતી પ્રકોપના કારણે જિલ્લાના ખેડૂતો વારંવાર નુકશાની વેઠવી રહ્યા છે, ત્યારે આ બાબતે સરકાર દ્વારા તાત્કાલિક સહાય જાહેર કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.
ખેડૂતોની આંદોલનની ચીમકી : સરકાર દ્વારા તાત્કાલિક વરસાદના કારણે થયેલા નુકસાન બાબતે સર્વે કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આજે એ જાહેરાત થયાને અનેક દિવસો થયા, પરંતુ હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં એક પણ ખેડૂતના ખેતરમાં વરસાદથી થયેલા નુકસાન બાબતે સર્વે કરવામાં આવ્યું નથી. જેના કારણે હાલ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સતત કુદરતી પ્રકોપના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. જેના કારણે હાલ ઉનાળુ વાવેતર કરવા માટે ખેડૂતો પાસે પૈસા પણ બચ્યા નથી. જેથી ખેડૂતોને સરકાર દ્વારા દસ દિવસમાં સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે જેથી આવનારા સમયમાં ખેડૂતો ઉનાળો વાવેતર કરી શકે. જો સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરી શકે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.
નુકશાનનું સર્વેના થતાં ખેડુતો નારાજ : રાધા નેસડાના ખેડૂત ઠાકરશીભાઈ જણાવ્યું હતું કે, અમે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી અને અમને આશા હતી કે અમને જીરાના પાકમાંથી કંઈક ઉપજ મળશે, પરંતુ વરસાદ પડ્યો જેના કારણે અમારું જીરું નાશ પામ્યું છે. અમને મોટું નુકસાન થયું છે. સરકાર દ્વારા અમારા સુધી હજુ સર્વે કરવામાં નથી આવ્યો. અમારી બાજુમાં સુઈગામ તાલુકામાં સર્વે થયું છે. અમારા વાવ તાલુકામાં હજુ સુધી કોઈ સર્વે થયું નથી તેથી અમારું પણ સર્વે થવું જોઈએ.
ખેડુતોની માંગ : સરહદી વિસ્તારના ખેડૂતોએ પ્રહલાદ ઠાકોરે જણાવ્યું હતું કે, અમારા જીરાના પાકમાં મોટું નુકસાન થયું છે. તેથી સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો નથી. અમારી બાજુમાં આવેલા સુઈગામ તાલુકામાં સર્વે થયો છે, પરંતુ અમારા વાવ તાલુકામાં સર્વે થયો નથી. સરકાર દ્વારા અમારા વિસ્તારમાં ભેદભાવની નીતિ રાખવામાં આવી છે. જેથી અમારે જે નુકસાન થયું છે તેનું સર્વે કરી વળતર આપવામાં આવે તેવી અમારી માંગ છે.
પાક પર વરસાદનો માર : બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં જે છુટા છવાયો અને જુદા જુદા તબક્કે કમોસમી વરસાદ થયેલો છે. એમાં ખાસ કરીને માર્ચ મહિનાની 19 તારીખે જે વરસાદ થયેલો હતો. જુદા જુદા ત્રણેક તાલુકામાં વરસાદ 10 મીમીથી માડીને 25 મીમી સુઘી થયેલો હતો. જેમાં સુઈગામ તાલુકામાં 19 ગામોમાં જે 10 મીમી વરસાદ થયો હતો. ત્યાં મુખ્યત્વે રવી પાક ઇસબગુલ હતુ કે જે બઉ સેન્સેટિવ પાક છે. જો એમાં વરસાદ પડે તો તેમાં નુકસાન વધારે હોય છે. આ સૂઇગામ ઈસબગુલનુ વાવેતર કરતા 70થી 80 ટકા હતુ તેના પ્રાથમિક અહેવાલોને ઘ્યાને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે ટીમોની રચના કરી 23 તારીખ સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાવી લીધી.
આ પણ વાંચો : Unseasonal Rains : કચ્છમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતાં વૃક્ષ, વીજપોલ ધરાશાયી, ખેડૂતોને કરાયો અનુરોધ
સહાયની ચુકવણીની તૈયારી : વધુમાં જણાવ્યું હતું કે, કામગીરી પૂર્ણ થયા બાદ લગભગ 669થી 670 જેવો હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત કરીને તે પૈકી 600ને 518 હેક્ટરમાં 33 ટકા અને તેથી વધારે નુકસાન ગ્રસ્ત વિસ્તાર ધ્યાનમાં આવેલો હતો. જે સુઈગામના 795 ખેડૂતોને એ અસરગ્રસ્ત થયેલા હતા. આ ખેડૂતો માટેની જે સર્વે બાદની જે આગળની પ્રક્રિયા કરવાની અમે રાજ્યકક્ષાએ જરૂરી એસ.ડી.આર.એફની માંગણી કરી દેવામાં આવેલી છે. ગ્રાન્ટની માંગણી બાદ ફરીથી રિમાઇન્ડર કરીને જ્યારે ગ્રાન્ટ ટૂંક સમય મળશે, ત્યારે ગ્રાન્ટ મળ્યા બાદ એક અઠવાડિયાની અંદર આ ખેડૂતોને સહાયની ચુકવણી કરવાની એ તંત્રની તૈયારી છે અને તંત્ર એ બધી તૈયારી કરી દીધી છે અને જેવી ગ્રાન્ટ મળશે તેવી સહાય ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો : Amreli News : વરસાદ વરસ્યો છતાં સૌરાષ્ટ્રના એક માત્ર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પાક સુરક્ષિત
ખેડૂતોને નુકસાનીનો પ્રશ્ન : હજી સુધી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી નથી, પરંતુ ગ્રાન્ટ ફાળવણી કર્યા બાદ કરી દેવામાં આવશે. જ્યારે એ માર્ચ મહિના બાદ અત્યારે હાલ જે પરિસ્થિતિ પ્રવૃતિ રહી છે. એમાં જુદા જુદા બે-બે ચાર દિવસે ક્યાંકને ક્યાંક કોઈને કોઈ તાલુકામાં છૂટો છવાયો 1 મીમીથી માંડીને 10 મીમી સુધીનો વરસાદ થાય છે. તો અત્યારે હાલ જિલ્લામાં ઉનાળો પાકો જોવા છે. ઉનાળો પાકો મુખ્યત્વે આપણા જિલ્લામાં બાજરીનું વાવેતર છે. એ સાથે સાથે ઉનાળો મગફળીનું વાવેતર છે. મુખ્ય વાવેતર પાકોમાં અત્યારે છુટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. એનાથી કોઈ નુકસાન થવાની સંભાવના રહેલી નથી, પરંતુ એનાથી ફાયદો ખેડૂતોને થાય અને ખેડૂતોનું પીએચ પણ એક બચી શકે છે, એટલે અત્યારે જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. એનાથી કોઈ નુકસાન નથી, પરંતુ ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતોને એટલે એમાં કંઈ નુકસાનીનો પ્રશ્ન પૂછી થતો નથી.