ETV Bharat / state

ડ્રેગન ફ્રુટનું નામ બદલી કમલમ કરવા અંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પ્રતિક્રિયા - બનાસકાંઠા જિલ્લામાં ડ્રેગન ફ્રુટની ખેતી

બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ ધીમે ધીમે ટેકનોલોજીનું પ્રમાણ વધતા હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અવનવી ખેતી તરફ વળ્યા છે. તેના કારણે ખેડૂતોને દર વર્ષે સારી આવક થઈ રહી છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રુટનું નામ કમલમ રાખવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેને આવકાર આપ્યો હતો.

ડ્રેગન ફ્રુટ
ડ્રેગન ફ્રુટ
author img

By

Published : Jan 20, 2021, 5:52 PM IST

Updated : Jan 20, 2021, 6:25 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં ટેક્નોલોજી વધતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા
  • બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ડ્રેગન ફ્રુટમાં સારી આવક
  • ડ્રેગન ફ્રુટનું નામ કમલમ કરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ આવકાર્યો

બનાસકાંઠા : જિલ્લામાં વર્ષોથી ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા. શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો માત્ર સિઝન આધારિત ખેતી કરતા હતા, પરંતુ આજે સમય જતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દિવસેને દિવસે ટેકનોલોજીની ખેતીમાં શરૂઆત કરતા હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ખેતીમાંથી બમણી આવક મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો એ આમ તો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ ગત પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ખેતી બનાસકાંઠા જિલ્લાનું નામ દેશ અને વિદેશમાં ગુંજતું થયું છે.

ડ્રેગન ફ્રુટનું નામ બદલી કમલમ્ કરવા અંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પ્રતિક્રિયા

બનાસકાંઠા જિલ્લામાં ડ્રેગન ફ્રુટની ખેતી

ભારત પાકિસ્તાનની સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લાના વાસણા ગોળીયા ગામનો વિસ્તારને સુક્કો વિસ્તાર માનવામાં આવે છે. પાણીની તંગી સહન કરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમની કોઠાસૂજથી હવે બનાસકાંઠાની ભૌગોલિક પરિસ્થિતી અનુસાર ઉત્તમ ખેતી કરવા લાગ્યા છે. ડીસા નજીક આવેલા વાસણા ગોળીયા ગામમાં રહેતા આ છે શિવાજી માળી. LLBનો અભ્યાસ કરેલા શિવાભાઇ એક સમયે એક જંતુનાશક દવાનું વેચાણ કરતાં હતા, પરંતુ જંતુનાશક દવાની આડ અસરથી માહિતગાર થયા બાદ શિવાભાઈએ આ નોકરી છોડી મૂકી અને પોતાની પરંપરાગત પાંચ એકર જમીનમાં ખેતી કરવાની શરૂઆત કરી. શરૂઆતના સમયગાળામાં શિવાભાઇ પરંપરાગત ખેતી કરતાં હતા, પરંતુ સમય જતા શિવાભાઇ માળીએ તેમની ખેતીમાં પ્રયોગો કરવાની શરૂઆત કરી હતી. રસાયણિક ખેતી છોડીને સજીવ ખેતી કરવા લાગ્યા હતા. તેના સારા પરિણામ મળતા શિવાભાઇ માળીએ તેમના ખેતરમાં ડ્રેગન ફ્રૂટના રોપા ઉછેર્યા હતા. પોતાના ખેતરની એક એકર જમીનમાં શિવાભાઇ માળીએ 3,200 ડ્રેગન ફ્રૂટના રોપા ઉછેર્યા બાદ હવે તેના પર ફળ આવવાની શરૂઆત થઈ ગઈ છે.

ડ્રેગન ફ્રુટ
ડ્રેગન ફ્રુટનું નામ કમલમ કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો આવકાર

ઇન્ટરનેટના માધ્યમથી શીખ્યા ડ્રેગન ફ્રૂટની ખેતી

ડ્રેગન ફ્રૂટની વધતી જતી માગને પગલે ઇન્ટરનેટ પર સર્ચ કરીને શિવાભાઇ માળીએ તેમના ખેતરની એક એકર જમીનમાં ડ્રેગન ફ્રૂટના રોપા ઉછેર્યા છે અને આ રોપા હવે તૈયાર થઈ જતાં તેની પર ફળ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. આમ તો ડ્રેગન ફ્રૂટની ખેતી ઠંડા અને સૂકા પરદેશમાં થતી હોય છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લો રેતાળ જમીન ધરાવવા ઉપરાંત ગરમ આબોહવા ધરાવતો હોવાના લીધે આટલી ગરમીમાં પણ ડ્રેગન ફ્રૂટના રોપાઓને ગરમીથી બચાવવા માટે ડ્રેગન ફ્રૂટના રોપાઓની આસપાસ અન્ય ફળાઉ છોડ વાવીને તાપમાન જાળવી રાખીને શિવાભાઇ માળી ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી રહ્યા છે અને ડીસા જેવા સુક્કા પ્રદેશમાં તૈયાર થયેલા ડ્રેગન ફ્રૂટને નિહાળવા માટે અત્યારે દૂર દૂરથી લોકો પણ શિવાભાઈના ખેતર પર આવી રહ્યા છે. ત્યારે સુકકા બનાસકાંઠા જિલ્લાના અન્ય ખેડૂતોને પણ આ પ્રકારની બાગાયતી ખેતી તરફ વળવાની હિમાયત વાસણા ગોળીયા ગામના પ્રગતિશીલ ખેડૂત મનોજભાઇ માળી કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લો બટાટાની ખેતી તરીકે વિખ્યાત થયેલો હતો, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બટાટાની ખેતીમાં ખેડૂતોને થઈ રહેલા નુકસાનને લઈ મનોજભાઇ અલગ પ્રકારની ખેતી કરવા માટે પ્રેર્યા હતા અને તેમના આ પ્રયાસમાં તેમને સફળતા પણ મળી છે. ત્યારે ડીસાના આ ખેડૂતે સાબિત કરી બતાવ્યુ છે કે, ખેડૂતને શા માટે ધરતીપુત્ર કહેવામા આવે છે? જો ખેડૂત ધારે તો ગમે તે સ્થળ પર પોતાની મહેનત અને પરસેવાથી નંદનવન સર્જી શકે છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રુટનું નામ કમલમ કરતા બનાસકાંઠા જિલ્લામાં તેને આવકાર મળી રહ્યો છે. ખેડૂતોનો માનીએ તો ડ્રેગન ફ્રુટ એ વિદેશી નામ છે. જેના કારણે લોકો ડ્રેગન ફ્રુટને ઓળખી શકતા ન હતા. ખાસ કરીને ડ્રેગન ફ્રુટનું વેચાણ ખેડૂતોને શહેરી વિસ્તારમાં કરવા જવું પડતું હતું. જેના કારણે તેમનો સમય પણ બગડતો હતો, પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા ડ્રેગન ફ્રુટનું નામ કમલમ રાખવામાં આવતા તમામ લોકો ડ્રેગન ફ્રુટને ઓળખતા હશે. ગુજરાત માટે ગૌરવ કહેવાય કે, ડ્રેગન ફ્રુટનું નામ કમલમ કરવામાં આવ્યું આવનારા સમયમાં લોકો ડ્રેગન ફ્રુટનું નામ કમલમ રાખતા તેની ખેતી તરફ પણ મળશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો ડ્રેગન ફ્રુટનું નામ કમલમ રખાતા તે ખેતી તરફ વળી શકે તેમ છે, જેથી આવનારા સમયમાં ચોક્કસથી ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે.

ડ્રેગન ફ્રુટ
ડ્રેગન ફ્રુટનું નામ કમલમ કરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ આવકાર્યો

Last Updated : Jan 20, 2021, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.