ETV Bharat / state

બનાસકાંઠા: રસીકરણ પૂર્વે કોરોના વેક્સિનના 18590 ડૉઝનું આગમન

આગામી 16મી જાન્યુઆરીથી રસીકરણની પ્રક્રિયા શરૂ થશે. ત્યારે, ગાંધીનગરથી કોરોના વેક્સિનનાં 18,590 ડોઝ બનાસકાંઠા આવી પહોંચ્યા હતાં. જેને જિલ્લા પંચાયતમાં વેક્સિનની સાચવણી માટે ખાસ તૈયાર કરાયેલા કોવિડ-19 વેક્સિન રૂમમાં રાખવામાં આવ્યા છે.

banaskantha in gujarat gets corona vaccine
રસીકરણ પૂર્વે કોરોના વેક્સિનનાં 18590 ડૉઝનું આગમન
author img

By

Published : Jan 14, 2021, 10:33 AM IST

Updated : Jan 14, 2021, 1:05 PM IST

  • 16મી જાન્યુઆરીથી શરૂ થશે વેક્સિનેશનની પ્રક્રિયા
  • આરોગ્ય કર્મચારીઓ, તબીબો સહિત 900 ફ્રન્ટલાઈન વોરીયર્સને અપાશે વેક્સિન
  • જિલ્લાનાં વિવિધ 11 કેન્દ્રો પર આપવામાં આવશે વેક્સિન

બનાસકાંઠા: જિલ્લાનાં 900 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને આગામી 16 તારીખે કોરોનાની વેક્સિન આપવામાં આવનાર છે ત્યારે, ગાંધીનગરથી કોરોના વેક્સિનનાં 18,590 ડોઝનું બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર ખાતે આગમન થયું હતું. જિલ્લાના સાંસદ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખે વિધિવત પૂજા કરી શ્રીફળ વધેરીને લીલી ઝંડી ફરકાવીને વેક્સિનનું સ્વાગત કર્યું હતું.

જિલ્લા પંચાયતના મુખ્ય દરવાજા બહાર જ વેક્સિન વાનની પૂજાવિધિ કરાઈ
સમગ્ર દેશની જેમ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિનની ઘણા લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. ત્યારે ગત મોડી સાંજે 7.30 કલાકે સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી કોરોનાની વેક્સિન ગાંધીનગરથી બનાસકાંઠા જિલ્લા પંચાયત આવી પહોંચી હતી. જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ પારધી વારકીબેન તેમજ બનાસકાંઠા સાંસદે વિધિવત રીતે વેક્સિનનું સ્વાગત કર્યું હતું. જિલ્લા પંચાયતના મુખ્ય દરવાજા પાસે જ વેક્સિન વાનને પૂજાવિધિ, આરતી તેમજ ચાંદલો તેમજ શ્રીફળ વધેરીને લીલીઝંડી બતાવી સન્માનપૂર્વક આવકારી હતી.

banaskantha-city-in-gujarat-gets-corona-vaccine-dosages
ગત મોડી સાંજે ગાંધીનગરથી કોરોના વેકસીનનાં 18,590 ડોઝ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવી પહોંચ્યાં હતાં.
18590 ડોઝને ખાસ કોવિડ વેક્સિન રૂમમાં રખાયાવેક્સિન ગઈકાલે સાંજે જ બનાસકાંઠા આવી પહોચી હતી. જોકે, વેક્સિન 16મી તારીખે અપવામાં આવનાર હોવાથી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં વેકસીનની સાચવણી માટે ખાસ કોવિડ-19 વેક્સિન રૂમ તૈયાર કરાયો છે. જેમાં સરકાર દ્વારા અપાયેલાં 7 વિશેષ મોટાં ફ્રિજ ફાળવવામાં આવ્યાં છે. જેમાં જિલ્લામાં આવેલા 18590 વેક્સિનનાં ડોઝને રાખવામાં આવ્યાં છે. આ વેક્સિન રૂમમાં વેક્સિનની સાચવણી માટેના યોગ્ય ટેમ્પરેચરનું પણ ખાસ ધ્યાન રખાયું છે.

કોરોના વેક્સિન
11 કેન્દ્રો પર 55 આરોગ્ય કર્મચારીઓ દ્વારા ફ્રન્ટલાઈન વોરીયર્સને રસી અપાશેબનાસકાંઠા જિલ્લાનાં 900 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને 16 તારીખે આ કોરોના વેક્સિન અપાશે. કુલ 11 કેન્દ્રો પર 55 આરોગ્ય કર્મચારીઓ દ્વારા આરોગ્ય કર્મચારીઓ, સરકારી અને ખાનગી તબીબો, આશા બહેનો વગેરેને એક જ દિવસમાં રસી આપી દેવાશે. જેના માટે અલગ અલગ સ્થળોએ મતદાન મથકોની જેમાં વેક્સિન આપવા માટેની અલાયદી વ્યવસ્થા કરાઈ છે. તમામ 11 વેક્સિન મથકો પર ત્રણ અલગ અલગ બુથ બનાવી વેક્સિનની પ્રક્રિયા પૂર્ણ કરાશે. જેમાં પ્રથમ બૂથ પર જેને વેક્સિન અપાશે તેનું રજીસ્ટ્રેશન કરાશે, બીજા બુથ પર વેક્સિન આપવામાં આવશે અને ત્રીજા બુથ વેક્સિન લેનારને 30 મિનિટ માટે ઓબ્ઝર્વેશન માટે આરોગ્ય ટીમની દેખરેખમાં રખાશે.ક્યાં ક્યાં અપાશે કોરોનાની વેક્સિન?1)બનાસ મેડિકલ કોલેજ, પાલનપુર2)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ધાણધા3)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વેડંચા4)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રતનપુર5)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોરિયા6)સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વડગામ7)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાંદોત્રા8)સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ભીલડી 9)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માલગઢ10)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, લોરવાડા11)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વરનોડા

Last Updated : Jan 14, 2021, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.