ETV Bharat / state

દાંતીવાડામાં નકલી બિયારણ અંગે હંગામો, અધિકારીઓએ તપાસના આદેશ કર્યા - Farmers' crops failed

બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં નામચીન કંપનીનું બિયારણ હલકી ગુણવત્તાવાળુ નીકળતા અનેક ખેડૂતોએના ખેતરોમાં બાજરીનો પાક થયો નથી. કંપનીનું નકલી બિયારણ હોવાના ગંભીર આક્ષેપો સાથે પીડિત ખેડૂતો એ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

farmers
દાંતીવાડામાં નકલી બિયારણ અંગે હંગામો, અધિકારીઓએ તપાસના આદેશ કર્યા
author img

By

Published : Apr 5, 2021, 7:47 PM IST

  • બનાસકાંઠા ના દાંતીવાડા માં નકલી બિયારણથી ખેડૂતોને નુક્શાન
  • પયોનિયર 86 M નામનું બિયારણ વાવ્યા બાદ બાજરી ઊગી જ નહીં
  • બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીએ તપાસના આદેશ કર્યા

બનાસકાંઠા : દાંતીવાડા તાલુકાના સોતરવડા ગામમાં અનેક ખેડૂતોએ બ્રાન્ડેડ પાયોનીયર કંપનીના બાજરી માટે બિયારણ લાવી વાવેતર કર્યુ હતું પરંતુ આ બિયારણ હલકી ગુણવત્તાના હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં બાજરીનો પાક થયો જ નથી. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યું છે.

બિયારણના કારણે નિષ્ફળ ગયો પાક

સોતરવાડા ગામમાં અંદાજીત 100થી પણ વધુ ખેડૂતોએ આ બ્રાન્ડેડ 86 M પાયોનીયર કંપનીના બાજરી માટે બિયારણ લાવીને વાવેતર કર્યું હતું. ત્યાર બાદ દસ દિવસ રાહ જોયા બાદ બાજરીમાં દાણો બહાર ન નીકળતા આખરે ખેડૂતોને આ બિયારણ ડુપ્લિકેટ હોવાનું જણાયું હતું. જેથી આ મામલે પીડિત ખેડૂતો એ કંપનીના ડીલર અને સંચાલકોને પણ વાત કરી હતી,પરંતુ ખેડૂતોની વાત ન સાંભળતા આખરે કંટાળેલા ખેડૂતોએ ભેગા થઈ આ પાયોનીયર કંપનીનું બિયારણ ડુપ્લીકેટ હોવાના ગંભીર આક્ષેપ કરતો સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, સાથે જ ડુપ્લીકેટ બિયારણ બનાવનાર વેચનાર અને ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

દાંતીવાડામાં નકલી બિયારણ અંગે હંગામો, અધિકારીઓએ તપાસના આદેશ કર્યા

આ પણ વાંચો : બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતોએ જાતે કરી કેનાલની સફાઈ

ખેડૂતોને થયું નુક્સાન

આ અંગે સોતરવાડા ગામના અરજણભાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું જતું કે તેમના ત્રણ વીઘા જમીનમાં 86 M પાયોનીયર કંપનીની ત્રણ થેલી બાજરી ના બિયારણ નું વાવેતર કર્યું હતું પરંતુ ખેતરમાં કંઈ જ ઊગ્યું નથી અને તેમને મોટું નુકસાન થયું છે.ત્યારે આવી કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી આવનારા સમયમાં અન્ય ખેડૂત છેતરાય નહીં.

આ પણ વાંચો : હરાજીમાં સારો ભાવ મળતા, ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોની ઉદાસીનતા

આ અંગે ખેતીવાડી અધિકારીએ તપાસના આદેશ કર્યા

દાંતીવાડા તાલુકાના સોતરવાડા ગામમાં ખેડૂતોએ બ્રાન્ડેડ પાયોનીયર કંપનીનું બાજરીનું બિયારણ લાવી વાવેતર કર્યું હતું પરંતુ એક પણ દાણો ખેડૂતના ખેતરમાં ન આવતા આખરે આ બિયારણ ડુપ્લિકેટ હોવાનું ખેડૂતોને જાણવા મળ્યું હતું. જ્યારે આ બાબતે અધિકારીઓને ખેડૂતો દ્વારા જાણ કરવામાં આવતા અધિકારીઓ આ બાબતે કોઇ પગલા નહોતા લીધા. જેથી કંટાળેલા ખેડૂતો એ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. જે બાબતની જાણ બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીને થતા બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ આ સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા છે અને તપાસ દરમિયાન જે પણ સત્ય હકીકત આવશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.