ETV Bharat / state

બનાસકાંઠામાં જમીન વિવાદમાં પિતરાઈ ભાઈઓએ વૃદ્ધ દંપતી પર કર્યો હુમલો - gujaratinews

બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના રાછેણા ગામમાં જમીન બાબતે બે પિતરાઈ ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદ આ પિતરાઈ ભાઈઓએ વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડીને વાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠામાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓએ વૃદ્ધ દંપતી પર કર્યો હુમલો
author img

By

Published : Jul 17, 2019, 7:21 PM IST

બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના રાછેણા ગામમાં કુરીબેન પ્રજાપતિ અને તેમના પતિ મોનાભાઈ પ્રજાપતિ ખેત મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે તેમની મિલકત પડાવી લેવા માટે તેમના જ પિતરાઈ ભાઈઓ દ્વારા તેઓને અવારનવાર હેરાન કરવામાં આવતા હતા. તે દરમિયાન બુધવારે બપોરના સમયે આ વૃદ્ધ દંપતી પોતાના ખેતરમાં એકલા કામ કરી રહ્યાં હતા.

બનાસકાંઠામાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓએ વૃદ્ધ દંપતી પર કર્યો હુમલો

આ સમય દરમિયાન તેમના પિતરાઈ ભાઈઓ અને તેમની પત્નીઓ સહિત 6 લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. સાથે જ વૃદ્ધ દંપતીને ગંભીર રીતે ઘાયલ કરીને ત્યાંથી નાસી ગયા હતા. જોકે આ બનાવની જાણ થતા ઇજાગ્રસ્ત મોનાભાઈ પ્રજાપતિનો પુત્ર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારબાદ વાવ પોલીસે આ હુમલો કરનાર શંકરભાઇ પ્રજાપતિ, દેવરામભાઈ પ્રજાપતિ, રામજીભાઈ પ્રજાપતિ અને તેમની ત્રણ પત્નીઓ સહિત 6 સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Intro:લોકેશન... વાવ. બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા. 17 07 2019

સ્લગ... બે જૂથો વચ્ચે મારામારી

એન્કર.... બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મારામારીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક મારામારીનો બનાવ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના રાછેણ ગામમાં જમીન બાબતે થયો હતો...

Body:વિઓ... બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મારા મારી અને હત્યાના બનાવવામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલીક વાર નજીવી બાબતમાં લોકો આવેશમાં આવીને જીવલેણ હુમલો કરતા હોય છે જેમાં અત્યાર સુધી કેટલાય પરિવારોએ પોતાના પરિવારના મારામારીના કારણે સભ્યો ગુમાવ્યા છે. અત્યારે કહેવત છે કે જર જમીન અને જોરું કજીયાના છોરું ને સાર્થક કરતો કિસ્સો આજે વાવ ગામમાં બન્યો હતો જેમાં વાવ તાલુકાના રાછેણા એક જ પરિવારના બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી અમારા મારી નું કારણ હતું પોતાની જમીન. રાછેણા ગામમાં રહેતા પ્રજાપતિ પરિવાર પર છ જેટલા વ્યક્તિઓ ભેગા મળી ધારિયા વડે બે ઉંમરલાયક પતિ પત્ની ઉપર હુમલો કર્યો હતો જે બાદ આજુબાજુના ખેતરના લોકો દોડી આવતા માર મારનાર છ વ્યક્તિઓ ત્યાંથી ભાગી છૂટયા હતા પરંતુ ત્યાં સુધી તો બંને પતિ પત્ની લોહી લુહાણ હાલતમાં જમીન પર પડ્યા હતા જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાન ની મારફતે તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વાવ પોલીસે મારા મારી નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે....

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.