બનાસકાંઠા દૂધસાગર ડેરીમાં 800 કરોડ રૂપિયાના કૌભાંડમાં (dudhsagar dairy scam news) ક્રાઈમબ્રાન્ચે વિપુલ ચૌધરીની અટકાયત કરી હતી. ત્યારે હવે ચૌધરી સમાજમાં આ મામલાને લઈને વિરોધ (Chaudhary Community Oppose) જોવા મળી રહ્યો છે. તેવામાં ડીસા ખાતે ચૌધરી સમાજે વિપુલ ચૌધરીના સમર્થનમાં મામલતદાર (Deesa Mamlatdar) અને નાયબ કલેક્ટરને (Banaskantha Deputy Collector) આવેદનપત્ર આપ્યું હતું.
સરકારને ચિમકી સાથે જ તેમણે વિપુલ ચૌધરીને 24 કલાકની અંદર મુક્ત કરવા સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. જો આમ નહીં થાય તો ચૌધરી સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી.
ચૌધરી સમાજમાં રોષ રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની ધરપકડ (Vipul Chaudhary Arrest) પછી ચૌધરી સમાજમાં રોષ (Chaudhary Community Oppose) જોવા મળી રહ્યો છે. તે અંતર્ગત ડીસામાં અર્બુદા સેનાએ (Arbuda Sena) નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ જો વિપુલ ચૌધરીને મુક્ત નહીં કરવામાં આવે તો સરકારને ઘરભેગી કરી દેવાની ચિમકી આપી હતી.
વિપુલ ચૌધરી સંગઠન ઊભું કરી રહ્યા હતા મહત્વનું છે કે, વિપુલ ચૌધરી છેલ્લા ઘણા સમયથી સમગ્ર ઉત્તર ગુજરાતના ગામેગામ ફરી અર્બુદા સેનાનું (Arbuda Sena) સંગઠન ઊભું કરી રહ્યા હતા. જેથી સરકારને આ સંગઠન આગામી ચૂંટણીમાં નુકસાન કરે તેવી ભીતિ સેવાઈ રહી હતી. તેને ધ્યાનમાં રાખીને દૂધસાગર ડેરીના જૂના કૌભાંડના કેસમાં (dudhsagar dairy scam news) તેમની ધરપકડ કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ચૌધરી સમાજે આપ્યું આવેદનપત્ર વિપુલ ચૌધરીની ધરપકડ (Vipul Chaudhary Arrest) થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ (Chaudhary Community Oppose) છે. તો અર્બુદા સેના દ્વારા ઠેરઠેર આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. તે અંતર્ગત ડીસામાં આજે અર્બુદા સેના (Arbuda Sena) અને ચૌધરી સમાજના આગેવાનો યુવકે રેલી યોજી હતી. ત્યારબાદ તેમણે નાયબ કલેક્ટર (Banaskantha Deputy Collector) અને મામલતદાર કચેરી ખાતે (Deesa Mamlatdar) આવેદનપત્ર આપ્યું હતું.