બનાસકાંઠા: જીલ્લાના પર્વતો હરીયાળા બનાવવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું ત્રી દિવસીય અનોખું અભિયાન હાથ ધર્યું છે. જે અભિયાનની શરૂઆત આજે શક્તિપીઠ અંબાજી ગબ્બર ગઢથી કરવામાં આવી હતી. ફરી એકવાર આજે બનાસ ડેરી દ્વારા સીડ બોલ રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જીલ્લો હરીયાળો બને તે પૂર્વે અંબાજી ગબ્બર પર્વત ને તેની આસપાસની ડુંગળીઓ હરીયાળી બને તેના ભાગ રૂપે બનાસ ડેરી દ્વારા છેલ્લા બે માસથી સીડ બોલ બનાવવાનું અભિયાન હાથ ધર્યું હતું.
કામગીરી હાથ ધરવામાં આવશે: જેને લઇ આજે ગબ્બરગઢ ખાતે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા સીડ બોલનું પૂજન કર્યું હતું. સાથે એકાવન શક્તિપીઠ મંદિરમાં પણ પૂજા કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન પચાસ લાખ જેટલા સીડ બોલ વિવિધ દુધ સહકારી મંડળી નાં લોકો ને ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓ દ્વારા સીડ બોલ રોપણની કામગીરી હાથ ધરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું ત્રી દિવસીય અનોખું અભિયાન અંબાજી ગબ્બર પર્વત ને તેની આસપાસની ડુંગળી ઓ હરીયાળી બને તેના ભાગ રૂપે બનાસ ડેરી દ્વારા સીડ બોલ બનાવવાનું અભિયાન હાથ ધર્યું
જંગલ વિભાગને આપવાની વાત: બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન એક કરોડ સીડ બોલ વિવિધ દુધ સહકારી મંડળીના લોકોને ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓ દ્વારા સીડ બોલ રોપણની કામગીરી હાથ ધરવામાં આવશે. આજે અંબાજીનાં ગબ્બર વિસ્તારમાં 8 જેટલી ટીમો બનાવી પર્વતીય જંગલ વિસ્તારમાં સીડ બોલ રોપણની કામગીરી કરવામાં આવી હતી.એટલું જ નહીં સમગ્ર વર્ષ દરમિયાન બનાસ ડેરી દ્વારા એક કરોડ જેટલા સીડ બોલ બનાવી જંગલ વિભાગને આપવાની વાત કરી છે.
બનાસ ડેરી તત્પર: જે બનાસકાંઠા જિલ્લા ઉપરાંત ઉત્તર ગુજરાતના જંગલો હરીયાળા બને તેવા પ્રયાસો કરશે. ઉડાન વાળા વિસ્તારોમાં ત્યાં પહોંચવું અઘરું હોય તેવી જગ્યા એ ડ્રોન વિમાન થી સીડ બોલ નું રોપણ પણ કરવામાં આવશે. આજે અંબાજીના જંગલમાં પણ ડ્રોન દ્વારા સીડ બોલ જંગલ વિસ્તાર માં નાખવામાં આવ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે શક્તિપીઠ અંબાજી મંદિર નું ડેવલપમેન્ટ વધુ થાય તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આસ્થા રહી છે ને તેને પરિપૂર્ણ કરવા બનાસ ડેરી તત્પર બની છે.
આખો વર્ષ કરવામાં આવશે: હાલના તબક્કે છાણના દડા બનાવી તેમાં વિવિધ વૃક્ષ ના બીજ નાખવામાં આવ્યા છે. આ સીડ બોલ જંગલ વિસ્તારમાં જ્યારે વરસાદ ની શરૂઆત થશે. ત્યારે છાણના આ બોલ ખાતર બની બિયારણને જલદી ઉઘાડવાનો કાર્ય કરશે. હાલના તબક્કે આ ત્રિદિવસીય અભિયાનની શરૂઆત અંબાજી થી કરવામાં આવી છે. પણ કામગીરી આખો વર્ષ કરવામાં આવશે.