- AAP કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન
- પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત
- અટકાયત થતાં પોલીસ-કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ
બનાસકાંઠાઃ દેશમાં મહિલાઓ અને બાળકીઓ પર વધી રહેલા દુષ્કર્મના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા 31 ઓક્ટોબરને બળાત્કાર વિરોધી દિન તરીકે જાહેર કરવા પ્રદર્શન યોજાયું હતું. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં 'ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી' જેવા સૂત્રોચ્ચાર AAP કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યા હતા. જેથી પાલનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યક્રમ બંધ કરવા આદેશ આપ્યો હતો.
પોલીસે 25 કાર્યકર્તાની અટકાયત કરી
પાલનપુરમાં આજે એટલે કે શનિવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ વિરોધી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેથી પોલીસે વિરોધ કરનારા આમ આદમી પાર્ટીના 25 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. આ અટકાયત થતાં પોલીસે અને AAP કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.