બનાસકાંઠા : જિલ્લામાં કોરોના વાઈરસ મામલે લૉકડાઉનમાં અનેક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. જ્યારથી લૉકડાઉન થયું છે, ત્યારથી જે લોકો રોજ કમાવી પોતાનો જીવન નિર્વાહ કરે છે, તે લોકોની કપરી પરિસ્થિતિ છે. આ કપરી પરિસ્થિતિમાં બનાસકાંઠાના લોકોની સેવા કરી રહ્યા છે.
બનાસકાંઠાના યુવાન સેવક પી.એન.માળી. અત્યાર સુધી યુવકે 7000 હજારથી વધુ કિટનું વિતરણ કર્યું છે. આ એક કિટ 700 રૂપિયાની આસપાસ તૈયાર થાય છે. જ્યારથી સરકારે લૉકડાઉન કર્યું છે ત્યારથી ડીસાથી લઈ આદિવાસી વિસ્તારમાં રહેતા જરૂરિયાત ધરાવતા ગરીબ અને શ્રમિક લોકોને રાશન કિટ આપી રહ્યા છે.
10 દિવસ ચાલે તેટલું અનાજ ભરી રાશન કિટ તૈયાર કરવામાં આવી છે. જેમાં 3 કિલો ઘઉંનો લોટ, 2 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 3 કિલો બટાકા, 1 કિલો મગદાળ, 1 કિલો મીઠું, 1 લીટર તેલ, 500 ગ્રામ મરચું, 250 ગ્રામ હળદર કિટમાં આપવામાં આવે છે. બિલ્ડર પી.એન.માળી દ્વારા ચાલતા આ સેવાયજ્ઞ સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા છે. દરરોજ 1 હજારથી વધુ કિટ જરૂરિયાત મંદ લોકોને આપવામાં આવે છે.