ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓએ અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વાર અનોખો સેવાયજ્ઞ કર્યો હતો. ગરીબો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરતા દિવાળી નિમિત્તે ઘરવિહોણા ગરીબો માટે ભોજન અને મીઠાઇ આપવાનું આયોજન કરાયું છે.

બનાસકાંઠા જિલ્લામાં મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અનોખો સેવાયજ્ઞ શરૂ કરાયો

author img

By

Published : Nov 7, 2020, 1:13 PM IST

  • બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની ગરીબોને ભેટ
  • હિન્દૂ ધર્મના પર્વ લોકો કરે છે અનોખું દાન

બનાસકાંઠાઃ જિલ્લા કલેક્ટર દ્વાર અનોખો સેવાયજ્ઞ કર્યો હતો. ગરીબો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરતા દિવાળી નિમિત્તે ઘરવિહોણા ગરીબો માટે ભોજન અને મીઠાઇ આપવાનું આયોજન કરાયું છે.બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલની ગરીબો પ્રત્યેની સંવેદનાની જિલ્લાવાસીઓ સરાહના કરી રહ્યા છે. આગામી સમયમાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઇભીજ જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વમાં જિલ્લાના મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અનોખો સેવાયજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. કલેક્ટર આનંદ પટેલે પાલનપુર શહેરમાં ફૂટપાથ પર રહેતા અત્યંત ગરીબ લોકોને મોડી સાંજે મીઠાઇનું વિતરણ કર્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અનોખો સેવાયજ્ઞ શરૂ કરાયો
બનાસકાંઠા જિલ્લામાં મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અનોખો સેવાયજ્ઞ શરૂ કરાયો

ગરીબ પરિવારોને સાંજનું ભોજન

કલેક્ટરે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના મહેસૂલી પરિવાર દ્વારા ફૂટપાથ પર રહેતાં ગરીબ પરિવારોને સાંજનું ભોજન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે 20 થી 25 લોકોને ભોજન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આગળ જતાં તેમની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી આ સેવા વિસ્તારવામાં આવશે. મીઠાઇ વિતરણ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એ. ટી. પટેલ પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા, સહિત મહેસૂલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હિન્દૂ ધર્મના પર્વ લોકો કરે છે અનોખું દાન

હિંદુ ધર્મનો સૌથી મોટો પર્વ દિવાળી નજીક આવી રહ્યો છે. ત્યારે દર વર્ષે દિવાળી પર્વ નિમિત્તે લોકો ગરીબોમાં અલગ-અલગ પ્રકારે દાન કરતા હોય છે.ત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની મહામારીના કારણે ગરીબ લોકો દિવાળી પર્વની ઉજવણી કરી શકે તેમ નથી. જેના કારણે આ વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા લોકોની જેમ ગરીબ લોકો પણ દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી શકે તે માટે સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. દર વર્ષે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ગરીબ લોકોને દિવાળી પર્વ નિમિત્તે કપડા મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મોટાભાગના લોકોએ ગરીબ લોકોને દાન કરી દિવાળી પર્વની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.