ETV Bharat / state

પાલનપુરના ધાણધા ગામમાં પતિ-પત્નીની બોલાચાલીએ લીધું હત્યાનું રુપ

author img

By

Published : Oct 4, 2020, 7:53 PM IST

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ધાણધા ગામમાં ઘરકંકાશ મામલે થયેલી બોલાચાલીએ હત્યાનું રુપ લીધું હતું. ઘરકંકાશ મામલે પતિએ જ તેની પત્નીને કુહાડીના ઘા મારી ક્રૂર હત્યા કરી હતી. માતાને બચાવવા જતાં દીકરીને પણ ઇજાઓ પહોંચી હતી. હત્યા કરી પતિ ફરાર થઈ ગયો હતો. હત્યારા પિતાની હરકતને કારણે ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાને લઇ પુત્રએ પિતા સામે માતાની હત્યા કરવા મામલે ફરિયાદ નોંધાવતા પાલનપુર પોલીસે હત્યારા પતિને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

a-quarrel-between-husband-and-wife-in-dhandha-village-of-palanpur-took-the-form-of-murder
પાલનપુરના ધાણધા ગામમાં પતિ-પત્નીની બોલાચાલીએ લીધું હત્યાનું રુપ

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ મામલે અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના ધાણધા ગામે ઘરકંકાશ મામલે હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધાણધા ગામે રહેતા શાંતિભાઇ મકવાણા પહેલા ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નજીકમાં આવેલી માણકા ગામની પંચાયતમાં સફાઇ કામ કરે છે. જ્યારે તેમના ચાર સંતાનો પૈકી બે સંતાનો કલોલ ખાતે હોટલમાં સેવકનું કામ કરી રોજગારી મેળવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી પરિવારની આર્થિક સ્થિતિ કથળી હતી. ત્યારે ઘરમાં આવેલા વીજ પુરવઠાનું બિલ ન ભરતાં વીજ કર્મીઓ દ્વારા ઘરનું વીજજોડાણ કાપી દેવાયું હતુ. જોકે ઘર માટે લીધેલી લોનના હપ્તાની ઉઘરાણી માટે વારંવાર આવવા છતાં ભરી ન શકતાં શાંતિભાઈની પત્ની નયનાબેન શાંતિભાઈને કામ ધંધો કરવા કહેતી હતી. પત્નીના ઠપકાથી ઉશ્કેરાઈ ગયેલા પતિ શાંતિભાઈએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમજ બાજુમાં પડેલી કુહાડી લઇ ઘરના પ્રાંગણમાં દીકરી દિપાલી સાથે બેઠેલી પત્નીને કુહાડીના ઘા ઝીંકી દેતા નયનાબેનનું કરૂણ મોત નીપજ્યું હતું.

જોકે માતાને બચાવવા પિતાના હાથમાં રહેલી કુહાડી છીનવવા પહોંચેલી દીપાલીને પણ કુહાડીનો ઘા વાગી જતાં ઇજાઓ પહોંચી હતી. ત્યારે માતા અને દીકરીની કરુણ ચિચિયારીઓથી પાડોશી સગાસંબંધીઓ એકઠાં થયા હતા, આથી હત્યારો પતિ શાંતિ મકવાણા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પિતાની હરકતને કારણે માતાની છત્રછાયા ગુમાવનાર ચાર સંતાનો પૈકી મુકેશભાઈ શાન્તિભાઈ મકવાણા નામના પુત્રએ હત્યારા પિતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની જાણ પોલીસને થતાં પાલનપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ મૃતક નયનાબેનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યારા પતિ શાંતિ મકવાણાને શોધી પાડવા ચક્રો ગતિમાન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.