બનાસકાંઠાઃ દિયોદરમાં એક ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. દુકાનમાં રહેલા ઈલેક્ટ્રોનિક સામાન બળીને ખાખ થઇ જતા માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

દિયોદરમાં માધવ કોમ્પલેક્ષમાં આવેલી વિહત સેલ્સ નમની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં વહેલી સવારે આકસ્મિક આગ લાગી હતી. ઘટનાને પગલે દુકાન માલિક, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ આ આગની જવાળાઓમાં દુકાનમાં રહેલા ટીવી, ફ્રીઝ, એલઇડી ટીવી સહિત ઈલેક્ટ્રીક ઉપકરણો બળીને ખાખ થઇ જતા દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયુ હતું.

એક તરફ લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ છે, ત્યારે દુકાનમાં આગ લાગતા થયેલા નુકસાનથી દુકાન માલીકની હાલત કફોડી થઇ ગઇ હતી.