- દાંતાથી અંબાજી માર્ગ વચ્ચે ધાબાવાળી વાવ પાસે રોડ બેસી જતા ભુવો પડ્યો
- અકસ્માત સર્જાય તે પહેલા સિમેન્ટ-કાંકરેટ લાવીને ભુવો પુરી દેવામાં આવ્યો
- માટીનું પુરાણ કરેલું છે ત્યાં ગાબડા પડવાની શક્યતાઓ
બનાસકાંઠા : અંબાજી આવતા ભક્તોનો સમય બચી જાય અને પહોંચવામાં સરળતા રહે તે માટે દાંતા-અંબાજીનો માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. ગઇકાલે થોડાક જ દિવસોમાં દાંતાથી અંબાજી વચ્ચેનો માર્ગ અચાનક જ તુટી જતા આ માર્ગને લઈને કોન્ટ્રાક્ટરો અને તાલુકાના અધિકારીઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે.
ભુવાના કારણે અકસ્માતની ઘટના બનવાની શક્યતા
આ માર્ગ ઉપર મોટો ભુવો પડવાના સમાચાર વાયુ વેગે કોન્ટ્રાક્ટરોને મળતા તાત્કાલિક રાતોરાત સિમેન્ટ-કાંકરેટ લાવીને નાખીને ભુવાને પુરી દેવામાં આવ્યો છે. અંબાજી-દાંતા પંથકમાં ભારે વરસાદ પડે તો આ માર્ગ ઉપર જ્યા માટીનું પુરાણ કરવામાં આવ્યું છે. ત્યાં ગાબડા પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આવી ઘટના બને તો અંબાજી માટે સતત ધમધમતા રહેતા માર્ગ ઉપર અકસ્માતની ઘટના બની શકે છે.
ભુવો પડતા કોઈ ઘટના ઘટી નથી અને તુટેલા રસ્તાનું સમારકામ કરી દેવાયું
દાંતામાં મામલતદારના જણાવ્યા અનુસાર, આ ભવો પડતા કોઈ ઘટના ઘટી નથી અને તુટેલા રસ્તાનું સમારકામ કરી દેવાયુ છે. આર એન્ડ બીને તકેદારીના પગલા લેવા તાકીદ કરવામાં આવી હોવાનુ જણાવી રહ્યા છે. આ ભુવો પડતા કોઈ ઘટના ઘટી નથી અને તુટેલા રસ્તાનું સમારકામ કરી દેવામાં આવ્યું છે.