- ડીસા અને પાલનપુરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો
- વધતાં જતાં કોરોના વાઈરસની ચેઈન તોડવા ડીસામાં 10 દિવસ તમામ ધંધા- રોજગાર બંધ
- કોરોના વાઈરસના કેસના કારણે ભયનો માહોલ
બનાસકાંઠા : જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે મોટાભાગના શહેરોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યુ છે. ડીસા, પાલનપુર, ધાનેરા, દિયોદર, થરાદ, ભાભર, અમીરગઢ, સહિત તમામ શહેરોમાં હાલ સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવ્યું છે. જેથી આજે શુક્રવારે સવારથી તમામ ધંધા- રોજગાર બંધ રાખી વેપારીઓ અને શહેરીજનો આ બંધને સમર્થન આપી રહ્યા છે. આજે સવારથી જીવન જરૂરિયાતની ચીજો સિવાય તમામ ધંધા રોજગાર, દુકાનો, લારી- ગલાલાઓ પણ બંધ રાખ્યા હતા. 10 દિવસ સુધી સંપૂર્ણ સ્વેચ્છિક લોકડાઉન કરતા કોરોનાની ચેઈનને તોડી શકાશે. સાથે સાથે આરોગ્ય વિભાગ અને તંત્ર પણ લોકોને વારંવાર અપીલ કરી રહ્યું છે કે, લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ફરજિયાત માસ્ક પહેરે અને અતિ આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળે. જેથી બીજી લહેરમાં આવેલા ઘાતક કોરોનાની અસરને આગળ વધતી અટકાવી શકાય.
આ પણ વાંચો : કોરોના સંક્રમણ રોકવા તણસા ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો
બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે વધતા જતા સંક્રમણના કારણે કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને લોકોએ કરેલી ભીડના કારણે હાલમાં એક બાદ એક જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો પણ દર્દીઓથી ઊભરાઈ રહી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં રોજના 200થી પણ વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ પણ સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસને લઇ ચિંતામાં મૂકાયું છે અને તેને અટકાવવા માટેના હાલ તમામ પ્રકારના પ્રયાસો શરૂ કર્યા છે. સતત વધતા જતા કોરોના વાઈરસના કેસને કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : સુરતમાં આંગડીયા પેઢીએ 10 દિવસ સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો
વધતા જતા કોરોના વાઈરસના કેસને કારણે ભયનો માહોલ
હાલમાં જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લઈ અનેક લોકો કોરોના વાઈરસના કેસોમાં મૃત્યુને પણ ભેટે છે. સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસને લઇ હાલમાં સમગ્ર ગુજરાતમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પણ દિવસેને દિવસે કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓ બંધ છે
લોકોમાં વધેલા સંક્રમણના કારણે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ પણ વિકટ બનતી જાય છે. દિવસેને દિવસે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસોમાં વધારો થયો છે, તેને લઈને હાલમાં અને તાલુકાઓમાં સ્થાનિક લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓ બંધ છે, ત્યારે ડીસામાં વેપારીઓએ આજે શુક્રવારથી 10 દિવસ સુધી જાતે જ પોતાના ધંધા- રોજગાર બંધ કરી લોકડાઉન જાહેર કર્યું છે. જેના કારણે જે પ્રમાણે સતત કોરોના વાઈરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને અટકાવી શકાય.