ETV Bharat / state

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બનાસકાંઠામાં 9 નોડલ અધિકારીઓની કરાઈ નિમણુંક

બનાસકાંઠા જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, આ ઉપરાંત બે નગરપાલિકાઓમાં પેટા ચૂંટણી તેમજ તાલુકા પંચાયતોની કેટલીક બેઠકો માટે પણ પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી નિર્ભિક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેકટરે 9 અધિકારીઓને ચૂંટણીમાં નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.

બનાસકાંઠામાં 9 નોડલ અધિકારીઓની કરાઈ નિમણુંક

author img

By

Published : Feb 5, 2021, 8:47 PM IST

  • પાલનપુર, ડીસા તેમજ ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે
  • ધાનેરા અને થરા પાલિકાની પેટા ચૂંટણી પણ યોજાશે
  • ચૂંટણીઓ નિર્ભિક વાતાવરણમાં અને નિષ્પક્ષ રીતે થાય તે માટે નોડલ ઓફિસરોની કરાઈ નિમણુંક

બનાસકાંઠાઃ જિલ્લાની પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા થરાદ અને ધાનેરા નગરપાલિકાની પેટા ચૂંટણી, 14-માંડલા કાંકરેજ તાલુકા પંચાયત અને 9- મોટી મહુડી દાંતીવાડા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આગામી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે.

બનાસકાંઠામાં 9 નોડલ અધિકારીઓની કરાઈ નિમણુંક
બનાસકાંઠામાં 9 નોડલ અધિકારીઓની કરાઈ નિમણુંક

9 નોડલ ઓફિસરોની નિમણુંક

આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને તટસ્થ માહોલમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલે હુકમ કરી ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે 9 જેટલાં નોડલ ઓફિસરોની નિમણુંક કરી છે.

કયા-કયા અધિકારીઓને સોંપાઈ ચૂંટણીની જવાબદારી
  • ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટના નોડલ ઓફિસર તરીકે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પાલનપુર અને વિભાગીય નિયામક એસ. ટી. ડીવીઝન પાલનપુર
  • ટ્રેઇનીંગ મેનેજમેન્ટના નોડલ ઓફિસર તરીકે આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી, દાંતા
  • ઓબ્ઝર્વર નોડલ ઓફિસર તરીકે કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન (રાજ્ય) પાલનપુર
  • કાયદો અને વ્યવસ્થાના નોડલ ઓફિસર તરીકે નાયબ પોલીસ અધિક્ષક, હેડ ક્વાર્ટર, પાલનપુર
  • મિડીયા નોડલ ઓફિસર તરીકે નાયબ માહિતી નિયામક, પાલનપુર
  • કોમ્પ્યુટરાઇઝેશન નોડલ ઓફિસર તરીકે એન.આઇ.સી.ઓફિસર, પાલનપુર
  • સ્ટાફ વેલફર ડીસ્ટ્રીક્ટ નોડલ ઓફિસર તરીકે કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન (પંચાયત) પાલનપુર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિ. પંચાયત, પાલનપુર
  • ઉમેદવાર ખર્ચ નોડલ ઓફિસર તરીકે જિલ્લા તિજોરી અધિકારી, બનાસકાંઠા, પાલનપુર
  • અસક્ષમ- દિવ્યાંગ મતદારો માટે નોડલ ઓફિસર તરીકે પી.ડબ્લ્યુ.ડી.અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, પાલનપુર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.