ETV Bharat / state

બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પરથી 9 લાખનું ચરસ ઝડપાયું, 2 શખ્સોની ધરપકડ

સરહદીય જિલ્લા બનાસકાંઠામાંથી અવાર-નવાર માદક દ્રવ્યો ગુજરાતમાં ઘૂસાડવાના પ્રયાસો થતા હોય છે. જેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. ગત 2 દિવસ અગાઉ જ જિલ્લામાં ચરસ લઇમે ઘૂસતા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે એટલે કે શુક્રવારે ખાનગી ટ્રાવેલ્સના માધ્યમથી ચરસ ઘૂસાડનારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ETV BHARAT
અમીરગઢ બોર્ડર પરથી 9 લાખનું ચરસ ઝડપાયું
author img

By

Published : Oct 16, 2020, 9:26 PM IST

બનાસકાંઠાઃ જિલ્લા પોલીસને ફરી એકવાર ચરસના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનથી ખાનગી ટ્રાવેલ્સમાં આવી રહેલા ચરસના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV BHARAT
અમીરગઢ બોર્ડર પરથી 9 લાખનું ચરસ ઝડપાયું

અમીરગઢ ચેક પોસ્ટથી ઝડપાયું ચરસ

શુક્રવારે અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ રૂટિન ચેકિંગ કરી રહી હતી. આ સમયે ખાનગી ટ્રાવેલ્સમાં છેલ્લા AC સ્લીપર કોચમાં બેઠેલા 2 શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી 1.400 કિલોગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ચરસના જથ્થા સહિત યુપીના રાજારામપુરના મોહમ્મદ વારીસ શેખ અને નબિહસન શેખની અટકાયત કરી છે. આ સાથે જ પોલીસે 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ચરસ લઇ જવાતું હતું મુંબઈ

પોલીસે અટકાયત કર્યા બાદ આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, આ ચરસનો જથ્થો ઉત્તરાખંડના જોશીમઠના નેગી નામના વ્યક્તિ પાસેથી ખરીદવામાં આવ્યો હતો અને મુંબઇના સાઈન વિસ્તારમાં જાવેદ નામના માણસને ડિલિવરી આપવાની હતી. જેથી પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ NDPS મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમીરગઢ બોર્ડર પરથી 9 લાખનું ચરસ ઝડપાયું

ચરસના અન્ય સમાચાર

ATS અને SOGએ આબુરોડ-પાલનપુર હાઈવે પરથી 1 કરોડના ચરસ સાથે 2ની ધરપકડ કરી

આબુરોડ પાલનપુર હાઈવે પરથી ATS અને SOGએ 1 કરોડથી વધુનું ચરસ ઝડપી પાડ્યું છે. અંદાજે આ 17 કિલો ચરસ સાથે ATS અને બનાસકાંઠા SOGએ 2 આરોપીઓની ધરપકડ કરી NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સફરજનની આડમાં ગોરખધંધોઃ ATSએ 1 કરોડથી વધુની રકમનો ચરસ જથ્થો ઝડપી પાડ્યો

ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. ATSએ 1 કરોડથી વધુની રકમના ચરસના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. અગાઉ સફરજનની પેટીની આડમાં દારૂ ઝડપાયો હતો, ત્યારે આજે મંગળવારે સફરજનની પેટીની આડમાં ચરસ ઝડપાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 10 લાખથી વધુની કિંમતનો ચરસ ઝડપાયો, SOGએ બેની કરી ધરપકડ

દ્વારકા તાલુકાના મોજપ ગામેથી 2 ઇસમોને 10 લાખથી વધુની કિંમતના ચરસના જથ્થા સાથે જિલ્લા SOGની ટીમે ઝડપી પાડયા છે. 1600 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાત રાજ્યમાં ભૂતકાળમાં પણ અનેકવાર કાંઠાના વિસ્તારોમાંથી ચરસ જેવા માદક પદાર્થો અને હથિયારોની હેરાફેરી પોલીસ ચોપડે નોંધાઈ છે.

ભારતીય કોસ્ટ ગાર્ડે જખૌ નજીક આવેલા ટાપુઓ પરથી રૂ.1.32 કરોડના ચરસના 88 પેકેટ જપ્ત કર્યાં

ભારતીય કોસ્ટ ગાર્ડે જખૌની નજીકમાં આવેલા ટાપુઓ પર 17, 21 અને 22 જૂને પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન દરમિયાન શંકાના આધારે ચરસના અનુક્રમે 04, 34 અને 50 પેકેટ જપ્ત કર્યાં હતાં. આ તમામ પેકેટમાં રહેલી સામગ્રીનું ડ્રગ તપાસ કીટ દ્વારા પરીક્ષણ કરવામાં આવતા તેમાં ચરસનો જથ્થો હોવાની પુષ્ટિ થઇ હતી.

મોડાસામાં કાશ્મીરી રહિશ પાસેથી 1.5 કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો

અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મોટા પ્રમાણ ચરસનો જથ્થો ઝડપી પાડયો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મોડાસા વિસ્તારમાં વોચ ગોઠવી રાજસ્થાન તરફથી આવતી ખાનગી કારને અટકાવી તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણ ચરસ મળી આવ્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.