બનાસકાંઠા: ડીસા તાલુકાના બાઈવાડા ગામે ગઈકાલે રાત્રે UGVCL સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મર પાસે બસ કપલરમાં અવાજ આવી રહ્યો હતો. જેથી કર્મચારીઓએ તેનું સમારકામ શરૂ કર્યું હતું. આ સમારકામ ચાલી રહ્યું હતું તે સમયે અચાનક પાવર બ્રેકર ફાયર થતાં કામ કરી રહેલા પાંચ જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા હતા.
"ડીસા ટ્રાન્સમિશન ડિવિઝન તાબા હેઠળ 66 કેવી બાઈવાડા જેટકોનું સબ સ્ટેશન આવેલું છે. ત્યાં મેસેજ મળતા કે મેન્ટેનન્સ કામ તેના માણસો સાથે કરતા હતા. પાંચે પાંચને ઈમરજન્સી સારવાર માટે ડીસા હેત આઈ.સી.યુ હોસ્પિટલમાં રીફર કરેલ છે. એક ભાઈને ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે 50 થી 60% ઇજા થયેલ છે. તો તેમને અમદાવાદ સ્ટર્લીંગ હોસ્પિટલમાં રીફર કરેલ છે." --એમ જી રાઠવા( કાર્યપાલક ઈજનેર - ડીસા ટ્રાન્સમિશન ડિવિઝન)
અન્ય કર્મચારીઓ દોડી આવ્યા: બનાવને પગલે સબ સ્ટેશનમાં કામ કરતા અન્ય કર્મચારીઓ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. તેમજ તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. પરંતુ ઇજાગ્રસ્ત થયેલ ડી એન રાવલ, ડી સી બાવા, કે આઈ પરમાર, એમ આર બારોટ અને એચ ટી રાવલ સહિત તમામ કર્મચારીઓ હાલમાં સારવાર હેઠળ છે.
ઈજનેર આપી માહિતી: આ અંગે ડીસા ટ્રાન્સમિશન ડિવિઝનના કાર્યપાલક ઈજનેર એમ જી રાઠવાએ જણાવ્યું હતું કે, "બાઈવાડા ગામ જેટકોનું 66 કેવી સબ સ્ટેશન આવેલું છે. જ્યાં કર્મચારીઓ સમારકામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક બ્રેકર ફાયર થતાં ઘટના સર્જાઈ છે. જેમાં પાંચ કર્મચારીઓ દાજી જતાં તેને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પ્રાથમિક સારવાર દરમિયાન ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે એક કર્મચારીને 50% થી વધુ ઇન્જરી હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો છે."