ETV Bharat / state

મહિલા દિવસે દુષ્કર્મ પીડિતાને ન્યાય: પાંચ આરોપીઓને 20 વર્ષની સજા, 1.85 લાખનો દંડ - Gujarati News

બનાસકાંઠામાં વિશ્વ મહિલા દિન નિમિત્તે દિયોદરની સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 7 વર્ષ અગાઉ એક સગીરા પર થયેલા ગેંગરેપના પાંચેય આરોપીઓને 20 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે.

મહિલા દિવસે દુષ્કર્મ પીડિતાને ન્યાય: પાંચ આરોપીઓને 20 વર્ષની સજા, 1.85 લાખનો દંડ

author img

By

Published : Mar 9, 2021, 6:09 PM IST

  • બનાસકાંઠામાં વિશ્વ મહિલા દિન નિમિત્તે દિયોદરની સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો
  • 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી
  • 1.85 લાખ રૂપિયાનાં દંડ સહિત સગીરાને વળતર પેટે 7.50 લાખ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ

બનાસકાંઠા: ભારતમાં દિન-પ્રતિદિન મહિલા અત્યાચારના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેમાં બનાસકાંઠાના દિયોદર ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓનો સન્માન કરતો એક મહત્વનો ચુકાદો સેશન્સ કોર્ટે આપ્યો છે. આજથી લગભગ 7 વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરીને તેને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈને તેના પર દુષ્કર્મ આચરનારા 5 આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે આરોપીઓને 1.85 લાખનો દંડ અને સગીરાને વળતર પેટે 7.50 લાખ આપવાનો હુકમ કર્યો છે.

મહિલા દિવસે દુષ્કર્મ પીડિતાને ન્યાય: પાંચ આરોપીઓને 20 વર્ષની સજા, 1.85 લાખનો દંડ
અપહરણ કર્યા બાદ સગીરાને જુદી જુદી જગ્યાઓ પર લઈ ગયા હતા3 ડિસેમ્બર 2013ના રોજ દિયોદરના કોટડા ગામેથી બપોરના સમયે એક 15 વર્ષીય સગીરાનું પાંચ શખ્સો સ્વિફ્ટ કારમાં અપહરણ કરી ગયા હતા અને બાદમાં આ પાંચેય આરોપીઓએ સગીરાને અમદાવાદ સહિત અલગ અલગ સ્થળોએ જઈ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. જેની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ હતી. આ કેસ દિયોદરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલની ધારદાર દલીલો અને તમામ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને એડિશનલ સેશન્સ કોર્ટના જજ કે.એસ. હિરપરાએ તમામ પાંચેય આરોપીઓને દોષી ઠેરવીને 20 વર્ષની સજા ફટકારી છે. આ સાથે 1.85 લાખ રૂપિયાનો દંડ તેમજ સગીરાને વળતર પેટે 7.50 લાખ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓના સન્માન માટે આપવામાં આવેલા આ ચુકાદાથી પીડિતાના પરિવારે પણ ન્યાયતંત્રનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.