બનાસકાંઠા: જિલ્લાની રાજસ્થાનને અડીને આવેલી અમીરગઢ બોર્ડર પરથી છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વો દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદે વસ્તુઓની હેરાફેરી કરવામાં આવે છે. બહારના રાજ્યોમાં અમીરગઢ બોર્ડર પરથી મોટા પ્રમાણમાં ગેરકાયદે વસ્તુઓની હેરાફેરી કરવામાં આવે છે.
પોલીસને મળતી બાતમીના આધારે અમીરગઢ બોર્ડર પરથી અનેક ગેરકાયદે વસ્તુઓ ઝડપી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે છે. શુક્રવારે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા પોલીસને અમીરગઢ બોર્ડર પરથી ચાર દેશી કટ્ટા સાથે ઇસમોને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.