બનાસકાંઠાઃ જિલ્લામાં શનિવારે કોરોનાના 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાલનપુર શહેરમાં 16, પાલનપુર તાલુકાના ગામડાઓમાં 4, ડીસા શહેરમાં 6, વાવ અને દાંતા તાલુકામાં 1-1 અને વડગામ તાલુકામાં 2 સામેલ છે. આ ઉપરાંત મૂળ રાજસ્થાનના 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ ડીસા તાલુકાના માલગઢ ગામમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે.
બનાસકાંઠા કોરોના અપડેટ
- સક્રિય કેસ- 43
- કોરોના પરિક્ષણ- 9064
- સ્વસ્થ થયેલા દર્દી- 155
- ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 178
- કુલ મૃત્યુ-12
પાલનપુર શહેરમાં સૌથી વધુ 16 અને ડીસા શહેરમાં 6 દર્દી સામે આવતાં સંબંધિત સોસાયટીઓના રહીશોમાં ચકચાર મચી છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોમાં પણ ભય ફેલાયો છે.
આરોગ્ય વિભાગે પોઝિટિવ આવેલા 31 કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવા કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત કોરોના ગાઇડલાઇન્સ મુજબ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
શનિવારે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના નવા 31 પોઝિટિવ કેસ સામે આવતાં જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 279 થઇ છે.