ETV Bharat / state

પાલનપુરમાં ATM ચોર ટોળકીનો તરખાટ, 19.61 લાખની ચોરી કરી તસ્કરો ફરાર - ATM

બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુરમાં SBIના ATMને તોડી અજાણ્યા તસ્કરો 19.61 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી FSL અને ડોગ સ્ક્વોડની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી.

sbi atm palanpur
author img

By

Published : Jul 25, 2019, 10:07 PM IST

બનાસકાંઠા જિલ્લામાં ATM ચોર ટોળકી તરખાટ મચાવી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપી રહી છે. પાલનપુરના બનાસડેરી રોડ પર અજાણ્યા તસ્કરોએ SBI ATMના આગળના ભાગે સેફ ડોર કાપી 19.61 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા અને મશીનને તોડી 2.50 લાખનું નુકસાન કર્યું હતું. સાથે બાજુમાં આવેલ IDBIનું પણ ATM મશીન પણ તોડવાનો તસ્કરોએ પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ થયા ન હતા.

પાલનપુરમાં SBIના ATM માંથી 19.61 લાખની ચોરી

બીજા દિવસે સવારે ATMમાંથી ચોરી થઈ હોવાની જાણ થતાં બેંક મેનેજર અને સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આ ચોરીની જાણ મેનેજરે પોલીસમાં કરતા પોલીસ સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ટ્રાન્જેક્શન સોલ્યુશન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના મેનેજર નરેન્દ્રસિંહ અટોદરિયાએ અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદથી ચોરને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ પાલનપુર, કણોદર અને રામપુરાના ATM માંથી ચોરી થઈ હતી. એક જ વર્ષમાં જિલ્લામાં 4 જગ્યાએ ATM ચોર ટોળકી હાથ અજમાવવામાં સફળ રહી છે. જેના આરોપીઓ હજુ પણ ફરાર છે. ત્યારે વધુ એક ચોરી કરી તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે પોલીસ હવે શું આ ચોરોનું પગેરું મેળવવામાં સફળ થશે કે, કેમ તે જોવું રહ્યું.

Intro:લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.23 07 2019

સ્લગ... એ ટી એમ ચોરી

વિઓ...બનાસકાંઠા ના મુખ્ય મથક પાલનપુર માં ડેરી રોડ પર આવેલ એસ. બી. આઇ ના એ. ટી. એમ. ને રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને અજાણ્યા તસ્કરો એ ટી એમ તોડી રૂપિયા 19.61 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગેની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી એફ એસ એલ અને ડોગ સ્કોડ ની મદદ થી વધુ તપાસ હાથ ધરી હતી જે અંગે વધુ તપાસ ......

Body:વિઓ...બનાસકાંઠા જિલ્લામાં એ ટી એમ ચોર ટોળકી તરખાટ મચાવી રહી છે અને વારંવાર એ ટી એમ ને નિશાન બનાવી ચોરી ને અંજામ આપી રહી છે જેમાં પાલનપુર માં બનાસડેરી રોડ પર અજાણ્યા તસ્કરો એસ બી આઈ ના એ ટી એમ માં દરવાજો ખોલી અંદર પ્રવેશી એ ટી એમ ના આગળના ભાગેથી ગેસ કટર થી સેફ ડોર કાપી કેસ કેસટ માં રાખેલા રૂપિયા 19.61 લાખ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. તેમજ એટીએમ તોડતાં મશીન ને રૂપિયા 2.50 લાખનું નું નૂકશાન થવા પામ્યું હતુ, આ સિવાય તેની બાજુમાં આવેલ આઈ ડી બી આઈ નું એ ટી એમ મશીન પણ તોડવાનો તસ્કરોએ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જ્યારે બીજા દિવસે વહેલી સવારે એ ટી એમ માંથી ચોરી થઈ હોવાની જાણ થતાંજ બેન્ક ના મેનેજર અને સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો તેમજ મેનેજરે જાણ કરતા પૂર્વ પોલીસ મથકનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને ટ્રાન્જેક્શન સોલ્યુશન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ ના ના મેનેજર નરેન્દ્રસિંહ અટોદરિયાએ અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એફ એસ એલ અને ડોગ સ્કોડ ની મદદથી ચોરો ને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે ......

Conclusion:વિઓ...ઉલ્લેખનીય છે કે , બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ પાલનપુર, કણોદર અને રામપુરા માં એ ટી એમ માંથી ચોરી થઈ હતી અને એક જ વર્ષ માં જિલ્લામાં 4 જગ્યાએ એ ટી એમ ચોર ટોળકી હાથ અજમાવવામાં સફળ રહી છે જેના આરોપીઓ હજુ પણ ફરાર છે ત્યારે વધુ એક એ ટી એમ માંથી લાખ્ખો ની ચોરી થતા તસ્કરો પોલીસ ને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે તેવામાં પોલીસ હવે શું આ ચોરો નું પગેરું મેળવવામાં શાફળ થશે કે કેમ તે જોવું રહ્યું......

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ FTP કરેલ છે....

ફરિયાદી. અમદાવાદ નો એ ટી એમ નો કોન્ટ્રાક્ટર હોવાથી બાઈટ મળેલ નથી.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.