અરવલ્લીઃ જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં લોકડાઉનનો ભંગ કરનારા વાહનચાલકોના મોટી સંખ્યામાં વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જો કે, હવે રાજ્ય સરકારે હેડ કોન્સ્ટેબલથી ઉપરના પોલીસ અધિકારીઓને વાહન મુક્ત કરવાની મંજૂરી આપી છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગ બદલ ડીટેઇન કરેલા વાહનો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી હવે છોડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોડાસા તાલુકામાંથી લોકડાઉન દરમિયાન એમ.વી એકટ 207 મુજબ ૨૮૮ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આવા વાહનોના માલિકો પાસેથી અત્યાર સુધી રૂપિયા બે લાખ કરતાં વધારે દંડ વસુલ કરવામાં આવ્યો છે. જોકે હવે પોલીસ લોકડાઉનના ભંગ બદલ કલમ 188 મુજબ વાહન સાથે ચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. જેથી હવે પછી જપ્ત થયેલ વાહનો કોર્ટમાંથી આદેશ મળ્યા પછી જ છૂટશે.
લોકડાઉનમાં હાલ આર.ટી.ઓ કચેરીનો મોટાભાગનો સ્ટાફ કાયદો અને વ્યવસ્થા જળવાવામાં પોલીસને મદદ કરી રહ્યો છે ત્યારે જો લોકડાઉનમાં ડીટેઇન કરેલા વાહનોનો દંડ ભરવા માટે આર.ટી.ઓ કચેરી ખાતે લાઈનો લાગવાની સંભાવના હતી.