ETV Bharat / state

માલપુરના અણીયોર ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, આધેડ મહિલા અને બાળકીને ગંભીર ઈજા

અરવલ્લીઃ પંથકમાં વરસાદના કારણે કાચા મકાનોમાં ભેજ લાગતા દીવાલો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. અણીયોર ગામમાં મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં મહિલા અને બાળકી કાટમાળમાં દબાતા ભારે અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ તંત્રને થતાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

માલપુરના અણીયોર ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, આધેડ મહિલા અને બાળકીને ગંભીર ઈજા
author img

By

Published : Aug 20, 2019, 6:36 PM IST

માલપુર તાલુકાના અણીયોર ગામમાં ચમાર ફળિયામાં મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં આઠ વર્ષની મેઘા અને વૃધ્ધ રમીલાબેન જયંતિભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ તંત્રને થતાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે વાત્રક રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

માલપુરના અણીયોર ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, આધેડ મહિલા અને બાળકીને ગંભીર ઈજા

આમ, છેલ્લા કેટલાય દિવસથી વરસી રહેલાં વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વસતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. જમીન પોચી થવાના કારણે મસમોટા ખાડા પડી ગયા છે. તો ગામડામાં મોટાભાગના મકાન માટીના હોવાથી ગ્રામજનોના જીવ જોખમમાં મૂકાયાં છે.

Intro:માલપુરના અણીયોર ગામમાં મકાનની દીવાલ ધરાશાયી થતા આધેડ મહિલા અને બાળકી ઇજા

માલપુર – અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં સતત દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે તેથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમો જમીન પોચી થઇ ગઇ છે. કાચા મકાનોમાં ભેજ લાગતા સતત દીવાલો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. માલપુર તાલુકાના અણીયોર ગામમાં ચમાર ફળિયામાં મકાનની દીવાલ ધરાશાયી થતા ઘરમાં રહેલી મહિલા અને બાળકી કાટમાળમાં દબાતા ભારે અફડાતફડી મચી હતી.

Body:કાચી દિવાલ ધરાશાયી થતાં નજીક ઉપસ્થિત આઠ વર્ષની મેઘા અને વૃધ્ધ રમીલાબેન જયંતિભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ વાયુવેગે તંત્ર સુધી પહોંચી જતાં બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે વાત્રક રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે દિવાલ નજીક ઉપસ્થિત અન્ય એકનો આબાદ બચાવ થયો છે.

વિઝયુઅલ - સ્પોટ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.