અરવલ્લી : મેઘરજનગરનો સૌથી વધારે ગરીબ વસ્તી ધરાવતો વિસ્તાર એવો ઈન્દિરાનગર છેલ્લા કેટલાક મહિનાઓથી પાણી માટે પોકાર કરી રહ્યો છે. આ વિસ્તારમાં પંચાયતે પાણીની પાઇપ લાઇન તો નાખી છે, પરંતુ પાણી નથી. આ ગરીબોનો અવાજ પંચાયત તંત્રના કાને અથડાઇ પાછો આવે છે. આ વિસ્તાર મજુરી કરીને પેટીયુ રળતા લોકોનો છે તેથી તેમનો પોકાર કોઇ સાંભળનારા નથી.
જૂન માસમાં આકરી ગરમી અને બફારાવાળા વાતાવરણમાં આ વિસ્તારની બહેનો પાણી માટે વલખાં મારે છે. પાણીની વ્યવસ્થા માટે વારંવાર માંગણી કરવા છતાં દરેક લોકોની રજૂઆત સામે પંચાયત તંત્ર વાંગળુ પુરવાર થઇ રહ્યું છે.
પાણીએ મનુષ્યની મૂળભુત જરૂરિયાત છે, ત્યારે હજુ કેટલાક શહેર, નગરો અને ગામડાઓમાં લોકોને પાણી માટે મહેનત કરવી પડે છે.