ETV Bharat / state

અન્નાપૂર્ણા ટ્રસ્ટ કોરોનાગ્રસ્ત દર્દીઓના ઘર સુધી પહોંચાડે છે ભોજન

કોરોનાની મહમારી સમયે અનેક સમાજીક સંસ્થાઓ સમાજને મદદરૂપ થવા યથાશક્તિ પ્રમાણે પ્રયાસ કરી રહી છે. અરવલ્લીના મોડાસામાં કાર્યરત અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા હોમ ક્વોરેન્ટાઇન થયેલા પરિવારો અને હોસ્પિટલના દર્દીઓને ફકત બે રૂપિયામાં ભોજન પુરૂ પાડવામાં આવે છે.

અન્નાપૂર્ણા ટ્રસ્ટ કોરોનાગ્રસ્ત દર્દીઓના ઘર સુધી પહોંચાડે છે ભોજન
અન્નાપૂર્ણા ટ્રસ્ટ કોરોનાગ્રસ્ત દર્દીઓના ઘર સુધી પહોંચાડે છે ભોજન
author img

By

Published : Apr 20, 2021, 5:13 PM IST

  • અન્નપૂર્ણા ટ્રસ્ટની સરાહનિય કામગીરી
  • ફક્ત બે રૂપિયામાં ભોજન પૂરૂ પાડવામાં આવે છે
  • હોમ ક્વોરેન્ટાઇન લોકોને ટિફિન મારફત ભોજન પહોંચાડવામાં આવે છે

અરવલ્લીઃ જિલ્લાની અન્નપૂર્ણા સંસ્થા છેલ્લા 28 વર્ષથી સેવાકાર્ય કરી રહી છે. કોરોના મહામરીના સમયમાં મોડાસામાં આવેલી સાર્વજનિક અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓ તેમજ હોમ ક્વોરેન્ટાઇન થયેલા પરિવારોને અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ભોજનને ટિફિન મારફતે હોસ્પિટલ અથવા દર્દીના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. સરકારની કોવિડ ગાઇડલાઇન મુજબ આ ટ્રસ્ટના રસોડામાં સંપૂર્ણ હાઇજીન સાથે રસોઈ બનાવવામાં આવે છે. તેમના રસોડામાં કામ કરતા તમામ કર્મચારીઓ ફેસ માસ્ક અને પીરસનાર વ્યક્તિ ગ્લવ્ઝ સાથે કામ કરે છે.

હોમ ક્વોરેન્ટાઇન લોકોને ટિફિન મારફત ભોજન પહોંચાડવામાં આવે છે

આ પણ વાંચોઃ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદોને ફ્રી સેવા આપવામાં આવે

સંસ્થા દ્વારા અપાતી અન્ય સેવાઓ

કોરોનાની બીજી લહેરમાં દર્દીને ઓક્સિજનની વિશેષ જરૂરિયાત રહેતી હોવાથી ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રીતે ઓક્સિજનના સિલિન્ડર પણ પહોંચાડી આ ટ્રસ્ટ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા શહેરના નિઃસહાય વૃદ્ધો, અશક્ત અને વિકલાંગ વ્યક્તિઓને પણ વિશેષ રીતે આ સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે.

અન્નાપૂર્ણા ટ્રસ્ટ કોરોનાગ્રસ્ત દર્દીઓના ઘર સુધી પહોંચાડે છે ભોજન

આ પણ વાંચોઃ રાધે રાધે પરિવાર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને રોજના 700 ફ્રી ટિફિનની સેવા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.