અરવલ્લી: મોડાસામાં વિવિધ પડતર પ્રશ્નોને લઇને ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક સ્કૂલના શિક્ષકોએ મધ્યસ્થ (Teachers movement in Modasa) મૂલ્યાંકનનો બહિષ્કાર કર્યો છે. સોમવારના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસાના મૂલ્યાંકન કેન્દ્ર ખાતે શિક્ષકો 'પેન ડાઉન' કાર્યક્રમ હેઠળ ધોરણ 10ની ઉત્તરવાહી (Gujarat SSC board exam) તપાસવાથી અળગા રહ્યા હતા. ગુજરાત રાજ્ય શિક્ષક મહાસંઘ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક શિક્ષકોના (Secondary school teachers )પડતર પ્રશ્નો જેવા કે સળંગ નોકરી, સાતમા પગાર પંચના (Seventh Pay Punch)બાકી હપ્તાની ચુકવણી જૂની પેન્શન યોજનાનું અમલીકરણ કરવામાં (Old pension plan)આવે અને રિઝલ્ટ આધારિત ગ્રાન્ટની પ્રથા બંધ કરવા જેવી માગણીઓ છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ સાવલીમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કાર્યવાહક સમિતિની કારોબારી બેઠક યોજાઇ
રજૂઆત નિવારણ ના આવતા આંદોલન શરૂ - તેમની અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ કોઈ નિવારણ ના આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને સોમવારના રોજ મોડાસાના મૂલ્યાંકન કેન્દ્ર ખાતે શિક્ષકોએ ધોરણ 10ની ઉત્તરવાહી તપાસવાથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. જો માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. નોંધનીય છે કે તાજેતરમાં જ રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ યોજવામાં આવી હતી. જેનું મૂલ્યાંકન સોમવારના રોજથી રાજ્યમાં શરૂ થયું છે. ત્યારે શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવતા પરીક્ષાનું પરિણામ નિર્ધારિત સમયમાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું.
આ પણ વાંચોઃ New Policy for Teachers : શિક્ષણપ્રધાને શિક્ષકોના પડતર પ્રશ્નો તેમજ શિક્ષકો માટેની નવી નીતિની કરી જાહેરાત, જાણો શું છે નવી નીતિ...