અરવલ્લી : સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો અમલ થતા કોરોનાના સંક્રમણનો વ્યાપ વધવાને લઇ રાજય સરકાર દ્વાર એસ.ટી. પરિવહનની સુવિધાઓ બંધ કરવામાં આવી હતી. જો કે અનલોક-1માં તબક્કાવાર રાજ્ય સરકાર સંચાલિત એસ.ટી બસ સુવિધાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
![અનલોક 1 ના આરંભ સાથે અરવલ્લીના ત્રણ ડેપોમાં એસ.ટી બસની શરૂઆત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-03-st-bus-photo1-gj10013jpeg_02062020200815_0206f_1591108695_910.jpeg)
જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ અને ભિલોડા એમ ત્રણેય ડેપોમાંથી 67 બસો દ્વારા 127 ટ્રીપ શરૂ કરવામાં આવી છે. જેમાં મોડાસામાંથી 18 એક્સપ્રેસ અને 10 લોકલ, ભિલોડામાંથી 5 એક્સપ્રેસ, 14 લોકલ તેમજ બાયડમાંથી 2 એક્સપ્રેસ, 18 લોકલ બસ સેવા શરૂ થશે. જેમાં મોડાસામાંથી એકસપ્રેસની 26 અને લોકલની 40 ટ્રીપ, ભિલોડામાંથી 8 એક્સપ્રેસ, 41 લોકલ જ્યારે બાયડમાંથી એક્સપ્રેસની 4 અને લોકલની 18 ટ્રીપ લગાવવામાં આવશે. જે એક્સપ્રેસના 7271 અને લોકલના 9667 કિલોમીટરનું અંતર કાપશે.
![અનલોક 1 ના આરંભ સાથે અરવલ્લીના ત્રણ ડેપોમાં એસ.ટી બસની શરૂઆત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-03-st-bus-photo1-gj10013jpeg_02062020200815_0206f_1591108695_981.jpeg)