અરવલ્લીઃ જિલ્લાના મોડાસા શહેર તસ્કરોના હવાલે કરી દેવાયું હોય તેવું જોવા મળી રહ્યું છે. વારંવાર બનતી ચોરીની ઘટનાઓથી હવે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. મોડાસાના હજીરા વિસ્તારમાં તસ્કરોએ બે દુકાનોને નિશાન બનાવીને બે લાખ જેટલો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.
તસ્કરો બેફામ રીતે ટ્રક લઈને આવે છે પણ પેટ્રોલિંગ કરતી પોલીસને જાણ થતી નથી. હજીરા વિસ્તારમાં આવેલી ઓટો ઇલેકટ્રીકની દુકાનમાંથી તસ્કરોએ 25 બેટરી, ગાડીના સેલ, ડાયનેમાં સહિતનો મુદ્દામાલ ચોરી કરીને આસાનીથી પલાયન થઇ ગયા અને પોલીસ પેટ્રોલિંગ કરતી રહી.
મોડાસામાં વારંવાર થતી ચોરીની ઘટનાથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર ઉઠયા સવાલ હજીરા વિસ્તારમાં ત્રણ જેટલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ત્રણે તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા છે. પણ તે કોઈ બિનઉપયોગી સાબિત થયા છે. કારણે કે, તસ્કરો પણ હવે ડિજિટલ બની ગયા છે. તેઓ તમામ બાબતોનું ધ્યાન રાખીને ખૂબ ચતુરાઈપૂર્વક સાધન સામગ્રી સાથે સજ્જ થઈને આવે છે. એટલું જ નહીં દુકાનોની બહાર લાગેલા CCTV કેમેરાને પણ તસ્કરોએ ફેરવી દીધા હતા. ત્યારબાદ દુકાનમાં પ્રવેશ્યા હતા. જેથી ઘોર નિંદ્રામાં પોઢેલી પોલીસે તસ્કરોને શોધવામાં ભારે અટકળો થઈ રહી છે. બીજી તરફ જિલ્લામાં વધતી ચોરીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.