- મૃત્યુની જાણ કરવા ગયેલા તબીબ પર પરિજનનો હુમલો
- પરિવારના એક સભ્યએ ઉશકેરાઈ જઇ તબીબ પર હુમલો કર્યો
- પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો
અરવલ્લીઃ જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થતાં રોષનું ભોગ હોસ્પિટલના સ્ટાફ અને તબીબોને બનવું પડ્યુ હતું. જિલ્લાના બાયડના વાત્રક કોવીડ હોસ્પિટલમાં એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિવારીજનો ઉશકેરાઈ ગયા હતા અને તબીબ પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાની બાયડ વાત્રક કોવીડ હોસ્પિટલમાં તબીબ જ્યારે પરિવારજનોને કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુની જાણ કરવા ગયા ત્યારે પરિવારના એક સભ્યએ ઉશકેરાઈ જઇ તબીબ પર હુમલો કર્યો હતો. આ અંગે તબીબે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
આ પણ વાંચોઃ કોવિડ હોસ્પિટલમાં CCTV લગાવવાની માગ સાથે અધિક્ષકને આપ્યું આવેદનપત્ર
અગાઉ મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દર્દીના પરિવાજનોએ હોબાળો કર્યો હતો
અરવલ્લી જિલ્લાના મોડાસાના બાય પાસ રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં શુકવારના રોજ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિવારજનોએ તબીબ અને સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલના સ્ટાફની બેદારકારીથી દર્દીનું મૃત્યુ થયું છે. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દર્દીનાં સંબંધીનો ડૉક્ટર પર જીવલેણ હુમલો