ETV Bharat / state

મોડાસા યુવતી અપમૃત્યુ કેસ: CID ક્રાઈમ અને FSLની ટીમ દ્વારા ઘટના સ્થળે રિક્ન્ટ્રક્શન કરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લામાં 19 વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુને 26 દિવસ થયા હોવા છતાં યુવતીના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે. જેથી CID ક્રાઇમના DIG ગૌતમ પરમારે તેમની ટીમ અને FSLની ટીમ સાથે ઘટના સ્થળનું પૃથ્થકરણ કર્યું હતું.

ETV BHARAT
CID ક્રાઈમ અને FSLની ટીમ દ્વારા ઘટના સ્થળે રિક્ન્ટ્રક્શન કરવામાં આવ્યું
author img

By

Published : Jan 31, 2020, 8:41 PM IST

અરવલ્લી: જિલ્લામાં યુવતીના અપમૃત્યુ કેસમાં ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં વડના વૃક્ષ પર લટકતી હાલતમાં મળેલા યુવતીના મૃતદેહનો ડમી બનાવી સમગ્ર ઘટનાનું રિક્ન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૈજ્ઞાનિક ઢબે પૂરાવા પ્રાપ્ત કરવા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

CID ક્રાઈમ અને FSLની ટીમ દ્વારા ઘટના સ્થળે રિક્ન્ટ્રક્શન કરવામાં આવ્યું

CID ક્રાઇમની ટીમે ગામમાં રહેનારા પરિવારજનોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ગામમાં કેટલીક જગ્યાએ સામાન્ય પૂછપરછ કરી હતી અને ત્યારબાદ ટીમ ગાંધીનગર જવા રવાના થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં બીમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારએ સરેન્ડર કરતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી, જ્યારે સતીશ ભરવાડ નામનો આરોપી હજૂ ફરાર છે. જેથી જિલ્લા પોલીસ સામે ઢીલી નીતિના આક્ષેપ થતાં 19 જાન્યુઆરીથી આ કેસ CID ક્રાઇમને સોંપવામાં આવ્યો છે.

Intro:યુવતીના અપમૃત્યુ મામલે સી.આઈ.ડી ક્રાઈમ અને એફ.એસ.એલની ટીમે ઘટનાસ્થળે રિકન્સટ્રકશન કર્યું

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા ના સાયરા ગામ 19 વર્ષિય યુવતીના શંકાસ્પદ મૃત્યુ ને ૨૬ દિવસ થવા આવ્યા હોવા છતાં યુવતીના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે .ત્યારે સી.આઇ.ડી ક્રાઇમના ડી.આઇ.જી ગૌતમ પરમાર અને તેમની ટીમ એફ.એસ.એલ ની ટીમ સાથે સાયરા ગામે પહોંચી ઘટનાસ્થળનું પુથ્થકર્ણ કર્યું હતું . વડના ઝાડ પર લટકતી હાલતમાં મળેલા યુવતીના મૃતદેહને નો ડમી બનાવી સમગ્ર ઘટનાનું રિકન્સટ્રકશન કરી વૈજ્ઞાનિક ઢબે પુરાવા પ્રાપ્ત કરવા ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

Body:સીઆઇડી ક્રાઇમની ટીમે અમરાપુર રહેતા પરિવારજનોની મુલાકાત લઇ સાયરા ગામમાં કેટલીક જગ્યાએ સામાન્ય પૂછપરછ કરી હતી. અને ત્યારબાદ ગાંધીનગર જવા રવાના થઈ હતી.

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે સાયરા કેસમાં બીમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમાર એ સરેન્ડર કરતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. જ્યારે સતીશ ભરવાડ નામનો આરોપી હજુ ફરાર છે. જિલ્લા પોલીસ સામે ઢીલી નીતિના આક્ષેપ થતાં 19 જાન્યુઆરીથી સી.આઇ. ડી ક્રાઇમને આ કેસ સોંપવામાં આવ્યો છે

બાઈટ ગૌતમ પરમાર ડી.આઇ.જી ક્રાઇમ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.