ETV Bharat / state

અરવલ્લીમાં પોલીસે બે ફરાર બુટલેગરોને ઝડપ્યાં - Nerius Arrested

અરવલ્લીના ભિલોડા-શામળાજી વિસ્તારમાં 6 થી વધુ ગુનામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગર નેરીયુસ ઉર્ફે લાલો નગીન ડામોરને ભિલોડા પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી ભિલોડાના જેસીંગપુર હતો, તે દરમિયાન પોલીસે દબોચી લીધો હતો. તેમજ ધનસુરા પોલીસે 11 વર્ષથી ફરાર બુટલેગરને અમદાવાદથી ઝડપી પાડ્યો છે.

અરવલ્લીમાં પોલીસે બે ફરાર બુટલેગરોને ઝડપ્યાં

author img

By

Published : Feb 1, 2021, 2:15 PM IST

  • પોલીસે ફરાર બુટલેગરોને ઝડપ્યાં
  • ધનસુરા પોલીસે 11 વર્ષથી ફરાર બુટલેગરને અમદાવાદથી ઝડપી પાડ્યો
  • 6 થી વધુ ગુનામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગરને ભિલોડા પોલીસે ઝડપી પાડ્યો

અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા તાલુકાના જેશીંગપુર ગામનો નામચીન બુટલેગર નેરીયુસ ઉર્ફે લાલો છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દુર હતો. પોલીસને બાતમી મળી હતી કે, બુટલેગર તેના ગામ જેસીંગપુર આવ્યો છે. બાતામીના આધારે જેસીંગપુર પાટીયા નજીક કુખ્યાત બુટલેગર નેરીયુસ જોવા મળતા પોલીસે તેનો પીછો કર્યો હતો. જોકે બુટલેગરે ખેતર તરફ દોટ મુકતા, પોલીસની ટીમે તેનો ફીલ્મી ઢબે ખેતરમાં પીછો કર્યો હતો. લગભગ ત્રણ કિલોમીટર સુધી આરોપી પાછળ દોડ્યા બાદ આખરે તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસે 10થી વધુ ફરાર આરોપીઓને ઝડપ્યા

બીજી બાજુ છેલ્લા 11 વર્ષથી થાપ આપી રહેલો બુટલેગર મનીષ કાનજી બારોટ પણ ધનસુરા પોલીસના સંકજા માં આવી ગયો છે. મનીષ કાનજીને ધનસુરા પોલીસે બાતમીના આધારે અમદાવાદ જશોદાનગર વિસ્તારની અક્ષરધામ સોસાયટીમાંથી ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે, ટુંકા ગાળામાં વિવિધ પોલીસની ટીમો દ્વારા જિલ્લામાં છેતરપિંડી, અપહરણ, પશુ ચોરી અને પ્રોહિબીશન સહીત ગુનાઓમાં નાસતા ફરતા 10 થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેથી જિલ્લામાં વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ અને બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.