શૈક્ષણિક સંસ્થા હોવાના કારણે તસ્કરોને ફકત 20 હજાર રૂપિયા જ હાથ લાગ્યા હતા. જો કે, સતત 4 કલાક સુધી અલગ-અલગ ઓફિસમાં તિજોરી અને કબાટમાં તોડફોડ કરી હતી.
તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસમાં મધ્ય રાત્રીએ અજાણ્યા 5 થી વધુ લૂંટારુઓ પ્રવેશ કરી ચોકીદારની ફરજ બજાવતા વિક્રમસિંહ અરવિંદસિંહ રાઠોડને માર મારી હાથ પગ બાંધી મોઢામાં ડૂચો મારી બંધક બનાવી ઘટનાને અંજામ આપ્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ કોલેજના મેનેજમેંટને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મોડાસા શહેર પોલીસ સ્ટેશન ખાતે ઘટનામાં ભોગ બનનાર ચોકીદારને સાથે રાખી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, સમગ્ર ઘટનાની પોલીસે ઝીણવટ ભરી તપાસ આરંભી આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.