મોડાસાઃ સમગ્ર દેશમાં અનેક જગ્યાએ લોકો લોકડાઉનનો ભંગ કરી બહાર નીકળી રહ્યાં છે. આ દરમિયાન પોલીસ તેમને રોકે ત્યારે કેટલાક તુમાખી પણ બતાવે છે. આવુ જ કંઇક બન્યુ હતું બાયડમાં. જ્યારે સુરક્ષા માટે તહેનાત હોમ ગાર્ડે એક ઇસમને બહાર નિકલવા બદલ રોક્યો તો તે ઈસમ તુમાખી બતાવી હતી.
કોરોના વાઈરસના વધતાં સંક્રમણને કારણે દેશમાં લોકડાઉનની અવધીમાં વધારો કર્યો છે. એવામાં ઘણાં લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. એમાંય જો પોલીસ દ્વારા અમુક લોકોને રોકવામાં આવે તો તેઓ દાદાગીરી બતાવી રહ્યાં છે. બાયડમાંં પોલીસ દ્વારા ઈસમને રોકવામાં આવતા ઈસમે પોલીસ સામે તુમાખી બતાવી હતી.
આ ઇસમે હોમ ગાર્ડને બીભત્સ શબ્દો બોલી તેને નોકરીમાંથી ડીસમીસ કરાવવાની ધમકી પણ આપી હતી. જેના કારણે ડઘાઇ ગયેલા હોમ ગાર્ડે આ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવી આ ઇસમ વિરૂદ્વ કાયેદસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.