મંગળવારે સમગ્ર શિક્ષણ અભિયાનના કરાર આધારિત કર્મચારીઓએ હિંમતનગર ખાતે વિરોધ પ્રદર્શન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં વિરોધ પ્રદર્શનની ચિમકી ઉચ્ચારી હતી. જેને લઇ વહીવટી તંત્ર અને પોલીસતંત્રએ સાવચેતીના ભાગરૂપે કર્મચારીઓના પ્રમુખ અમિત કવિને અટકાયત કરી નજર કેદ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર શિક્ષણ અભિયાનના કરાર આધારિત શિક્ષણ અભિયાનના કર્મચારીઓના પ્રમુખ અમિત કવિએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો હતો. મોદીની જાહેરસભા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને નજર કેદમાં રાખવામાં આવશે.