અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં કેટલાય ખેડૂતોએ રમઝાન માસમાં સારા વેચાણની આશા રાખી ત્રણ માસ અગાઉ તરબુચનું વાવેતર કર્યુ હતું . તરબૂચની ખેતી 70 દિવસની હોય છે. ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ લાવી સારી માવજત કરે છે. ખૂબ સારા પ્રમાણમાં તરબૂચનો ઉતારો પણ આવ્યો છે. લગભગ 1 વિઘાએ 650થી 700 મણ તરબૂચનો પાકનો ઉતારો આવ્યો છે. ત્યારે સામાન્ય રીતે સિઝનમાં 350થી 400 રૂપિયે મણ તરબૂચ વેચાય છે.
બીજી બાજુ શિમલા મરચા તેમજ ટામેટાના ખેડૂતોના હાલ પણ બેહાલ છે. ભાવ સારો ન મળતો હોવાથી ખેડૂત મરચા અને ટામેટાની લણણી કરવાની તસ્દી પણ લેતા નથી અને પાક છોડ પર જ સુકાઇ ગયા છે. ખેડૂતોને એક એકરે પચાસ હજાર રૂપિયાનું નુકસાન છે. આ પરિસ્થિતિમાં સરકાર નુકસાનનું સર્વે કરી રાહત આપે તેવી ખેડૂતોની માંગ છે.