ETV Bharat / state

લોંગેસ્ટ હેર ગર્લ નિલાંશીએ પોતાની પહેલી કમાણી રામમંદિર અને કોરોનાના દર્દીઓને દાન કરી - Longest Hair Girl

મોડાસાની નિલાંશી પટેલે વિશ્વમાં સૌથી લાંબાવાળ ધરાવનાર ટીનેજર તરીકે વિશ્વભરમાં નામના મેળવી છે. તેને કેશ વૃદ્વિ માટે પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી છે. પ્રોડક્ટ થકી થયેલી પહેલી કમાણી તેણે રામમંદિર અને કોવિડના જરૂરિયાતમંદ દર્દીઓને દાન કરી છે.

લોંગેસ્ટ હેર ગર્લ નિલાંશી
લોંગેસ્ટ હેર ગર્લ નિલાંશી
author img

By

Published : May 27, 2021, 10:35 AM IST

  • નિલાંશી પટેલે વિશ્વમાં સૌથી લાંબાવાળ ધરાવનાર ટીનેજર
  • તેના વાળ હમણા અમેરિકાના પ્રસિદ્ધ હોલિવૂડ મ્યુઝિયમની શોભા વધારી રહ્યા
  • પ્રથમ આવક રામમંદિર અને કોવિડના દર્દીઓને દાન કરી

અરવલ્લી : મોડાસાની નિલાંશી પટેલે વિશ્વમાં સૌથી લાંબાવાળ ધરાવનાર ટીનેજર તરીકે વિશ્વભરમાં નામના મેળવી છે. નીલાંશી પુખ્તવયની થતા તેણે પોતાના વાળા કપાવ્યા છે. જે હવે અમેરિકાના પ્રસિદ્ધ “ripley's believe it or not” નામના હોલિવૂડ મ્યુઝિયમની શોભા વધારી રહ્યા છે. નિલાંશી કેશ વૃદ્વિ માટે પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી છે. જેના થકી થયેલી પ્રથમ આવક નિલાંશીએ રામમંદિર અને કોવિડના જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર મળી રહે તે હેતુએ દાન આપી એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

લોંગેસ્ટ હેર ગર્લ નિલાંશી
લોંગેસ્ટ હેર ગર્લ નિલાંશી

ત્રીજી વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બુકમાં વિશ્વમાં સ્થાન મેળવ્યું

નિલાંશીએ વિશ્વમાં લાંબા વાળ ધરાવતી ટેનેજર તરીકે તો નામના મેળવી છે. પરંતુ પોતાની યશ કલગીમાં સેવાભાવ પીંછું ઉમેરી યુવા માટે રોલ મોડલ બની છે. 19 વર્ષની ઉમંરે જ્યારે નિલાંશીનું નામ સતત ત્રીજી વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બુકમાં વિશ્વમાં સૌથી લાંબાવાળ ધરાવતી ટેનેજર તરીકે સ્થાન મળ્યુ હતું.

આ પણ વાંચો : 2000થી વધુ રાજપૂતાણીઓ તલવાર રાસ રમી નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ

મમ્મીએ બનાવેલી રેસીપીની તેલની પ્રોડક્ટ લોન્ચ કરી

ત્યારબાદ તેણે વાળ માટે તેની મમ્મીએ બનાવેલી રેસીપીની તેલની પ્રોડક્ટ લોન્ચ કરી હતી. આ પ્રોડક્ટ થકી થયેલી પહેલી કમાણી તેણે રામમંદિર અને કોવિડના જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર મળી રહે તે હેતુએ દાન આપી સમાજમાં સેવાભાવી તરીકેની છાપ ઉભી કરી છે.

મમ્મીને વાળ દાન કરવાની આપી પ્રેરણા
નિલાંશીની મમ્મી તેના આદર્શ સ્ત્રી છે. જ્યારે નિલાંશીએ તેના વાળ કપાવી “ripley's believe it or not” નામના હોલિવૂડ મ્યુઝિયમમાં મુકવાયા ત્યારે તેની મમ્મી કામિનીબેને પણ પોતાના વાળ કેન્સર પિડીત દર્દીઓની સારવાર માટે દાન કરવા પ્રેરણા આપી હતી. જેથી કામની બેને તેમના વાળ કેન્સર પિડીત દર્દીઓની સારવાર માટે દાન કર્યા છે.

આ પણ વાંચો : દુનિયાનો પહેલો કાપડનો દસ્તાવેજ: વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન

ત્રણ વખત વિશ્વમાં સૌથી વધુ લાંબા વાળાનો રેકોર્ડ કર્યો
નિલાંશીએ સૌ પ્રથમ 17 વર્ષની ઉમંરે વિશ્વમાં સૌથી વધુ લાંબા વાળ ધરાવતી ટીનેજર તરીકે પોતાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોધાવ્યુ હતું. ત્યારે તેના વાળ 168 સેમી હતા. ત્યારબાદ સતત બે વર્ષ 18 અને 19 વર્ષની ઉંમરે પણ તેણે સ્થાન જાળવી રાખ્યુ હતું. 18 વર્ષની ઉંમરે તેના વાળ 170 સે.મી અને 19 વર્ષની ઉંમરે 190 સે.મી લાંબા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.