ETV Bharat / state

માતૃભાષા દિને બાળ સાહિત્યકાર રમણલાલ સોની વિશે જાણીએ..

અરવલ્લી જિલ્લાને બાળ સાહિત્યમાં નામના અપાવનાર રમણલાલ સોની તેમના ઉપનામ સુદામોથી જાણીતા હતા. પ્રખ્યાત બાળ સાહિત્યકાર અનુવાદક અને સામાજિક કાર્યકર્તા તરીકે રમણલાલા સોનીએ મુખ્યત્વે ગુજરાતી ભાષામાં સાહિત્ય સર્જન કર્યું હતુું.

author img

By

Published : Feb 21, 2020, 1:07 PM IST

aaa
માતૃભાષા દિન નિમિત્તે બાળ સાહિત્યકાર રમણલાલ સોનીને યાદ કરીએ

અરવલ્લીઃ અંગ્રેજીનાં પ્રભાવમાં ભારતમાં બોલાતી માતૃભાષાઓના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉભા થયા છે, ત્યારે આજે માતૃભાષા દિને અરવલ્લીના જાણીતા બાળ સાહિત્યકારને યાદ કરીએ.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ દ્વારા સંચાલિત કોલેજ કેમ્પસમાં બાળ સાહિત્યકાર રમણલાલ સોનીનું સાહિત્ય અને સંશોધન કેન્દ્ર આવેલું છે. મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં 25 જાન્યુઆરી 1908માં તેમનો જન્મ થયો હતો. 1940માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી હતી. 1945માં તેઓએ મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને ત્યારબાદ આચાર્ય બન્યા હતા. થોડાક વર્ષ પછી નોકરી છોડી, સાહિત્ય અને સામાજિક હિતના કાર્યોમાં વધુ સક્રિય બન્યા હતા. તેમણે ખેડૂતો અને હરિજનોના ઉદ્ધાર માટે અનેક પ્રવૃત્તિઓનું સંચાલન કર્યું હતું. 1952થી 1959 સુધી મુંબઈના ધારાસભ્ય રહ્યાં હતા.

રમણલાલા સોનીના વાર્તાસંગ્રહ ચબૂતરોમાં, બાઇબલ બોધિત પ્રેમ દયા ક્ષમા આદિ ગુણોને સ્વતંત્ર વાર્તા રૂપે આલેખવાનો પ્રયાસ કરાયો છે. બ્રહ્મપુરીનો બ્રાહ્મણ ચારિત્રાક્તમક લાંબી વાર્તા છે. ગુજરાતના યાત્રાધામો એમનું પ્રવાસ પુસ્તક છે. ભારતીય કથા મંગલમાં ઉપનિષદો મહાભારત રામાયણ ભાગવત વગેરે સંસ્કૃત ગ્રંથોનું લોક ભાગ્ય શૈલીમાં આલેખન કર્યું છે . 1996માં તેમને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. 1999માં તેમને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.