અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પાલ્લા ગામે (Palla village Aravalli) ગૂરૂવારની વહેલી સવારે દિપડા (Leopard In Aravalli)ને વૃક્ષની ટોચ પર બેઠેલો જોઇ લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. વિસ્તારના લોકોએ વન વિભાગ (Forest Department Aravalli)ને આ અંગેની જાણ કરી છે. કેટલાક દિવસથી મેઘરજ વિસ્તારમાં દિપડો (Leaopard In Meghraj) હોવાની આશંકા હતી. દિપડો હોવાની આશંકાના પગલે વિસ્તારમાં ભયનું વાતાવરણ હતું, ત્યારે આજે વહેલી સવારે દિપડો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
આ પણ વાંચો: નવસારીના સરૈયાથી અઢી વર્ષનો દીપડો પાંજરે પુરાયો
દિપડાને પકડવા વન વિભાગની મથામણ- મેઘરજના પાલ્લા ગામના એક ખેતરમાં ઝાડની ટોચ પર દિપડો દેખાતા લોકોના ટોળા એકઠા થયા હતા. મળતી માહિતી અનુસાર, આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા દિપડાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 2 વર્ષ અગાઉ બાયડના ગાબટમાં દિપડાએ ખેડુત (Leaopard Attack In Bayad) પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: છોટાઉદેપુરના સંખેડા બહાદરપુર ગામમાંથી મધરાત્રે દિપડો પાંજરે પુરાયો
પાણીની શોધમાં માનવ વસાહત સુધી આવે છે દિપડા- અરવલ્લીમાં મોટો જંગલ વિસ્તાર (Forest area in Aravalli) આવેલો છે, જ્યાં કેટલાક સ્થળોએ દિપડા વસવાટ કરે છે. કોઇક વખત ખાસ કરીને ઉનાળામાં ખોરાક કે પાણીની શોધમાં દિપડો માનવ વસાહતમાં આવી ચડે છે ત્યારે લોકોમાં ગભરાટ ફેલાય છે. આ આગાઉ છેલ્લે બાયડના ગાબટ ગામના રહેણાંક વિસ્તારમાં એક ખેડુત પર દીપડાએ હુમલો કર્યો હતો. જો કે ખેડૂતે હિંમતભેર દીપડાનો સામનો કર્યો હતો.