ETV Bharat / state

અરવલ્લીમાં પ્રથમ હરોળના 300 કોરોના વોરિયર્સને રસી અપાઈ - ભિલોડા

અરવલ્લી જિલ્લાના મોડાસાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા રસીકરણ કાર્યક્ર્મનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાનાં મોડાસા, ભિલોડા અને ધનસુરાના તાલુકાઓમાં 300 કર્મારીઓને રસી મૂકવામાં આવી છે.

અરવલ્લીમાં પ્રથમ હરોળના 300 કોરોના વોરિયર્સને રસી અપાઈ

author img

By

Published : Jan 16, 2021, 5:29 PM IST

  • અરવલ્લી જિલ્લામાં પ્રથમ હરોળમાં 300 કોરોના વોરિયર્સે લીધી રસી
  • ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ શરૂ કરાવ્યું રસીકરણ અભિયાન
  • મોડાસા, ભિલોડા અને ધનસુરાના તાલુકાઓના આરોગ્યકર્મીઓને પહેલા અપાઈ રસી

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા કોરોના રસીકરણ કાર્યક્ર્મનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ જિલ્લાના મોડાસા, ભિલોડા અને ધનસુરાના તાલુકાઓના આરોગ્ય કર્મચારીઓને રસી મૂકવામાં આવશે. દરેક તાલુકાના 100 કર્મારીઓને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવશે.

અરવલ્લીમાં હાલ 12640 ડોઝનો જથ્થો છે

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની તાલુકા આરોગ્ય કચેરી ખાતે કોવિડ-19 વેક્સિનના 12640 ડોઝનો જથ્થો છે,જેના થકી પ્રથમ તબક્કામાં 10340 આરોગ્યની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને રસીકરણથી આવરી લેવામાં આવશે. કોવિડ-19 ના કુલ બે ડોઝ આપવામાં આવશે. દરેક ડોઝ 0.5 ml ઈન્ટ્રામસ્ક્યૂલર રૂટથી આપવામાં આવશે. રસીનો પ્રથમ ડોઝ આપ્યા પછી બીજો ડોઝ 28 દિવસ બાદ આપવામાં આવશે.

મોડાસા, ભિલોડા અને ધનસુરાના તાલુકાઓના આરોગ્યકર્મીઓને પહેલા અપાઈ રસી
રસીકરણ બુથ પર પાંચ કર્મચારીઓની ટિમ પોતાની ફરજ બજાવશે

કોવીડ-19 રસી લીધા પછી લાભાર્થીઓને વેક્સિનેશન કેન્દ્રમાં અડધો કલાક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. જિલ્લામાં તાલીમબદ્વ આરોગ્યકર્મીઓ દ્વારા કોવિડ રસીકરણ કરવામાં આવે તે મુજબ આયોજન કર્યું છે. કોવીડ-19 રસીકરણ બૂથ પર પાંચ કર્મચારીઓની ટિમ પોતાની ફરજ બજાવશે. કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ બાબતે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ ગુણવત્તા જળવાઈ રહે તે માટે કોલ્ડ ચેઈન અંગેની તેમ જ અન્ય તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા

આ પ્રસંગે જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, પ્રાન્ત અધિકારી તેમ જ સીડીએચઓ તેમ જ અરવલ્લી જિલ્લાના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હજાર રહ્યા હતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.