ખંભીસર વરઘોડામાં ઈજાગ્રસ્ત બનેલા અશ્વનું મોત નિપજતા મોડાસા રૂરલ પોલીસે અશ્વના મૃતદેહનું મોડાસા પશુ દવાખાને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. વરઘોડામાં ઘર્ષણ થયા પછી ટોળા સામે થયેલી ફરિયાદમાં પશુવધની વધુ એક કલમનો ઉમેરો કરવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
અનુસૂચિત જાતિના લગ્ન વરઘોડામાં થયેલી અથડામણમાં ઇજા પામેલા અશ્વનું મોત - Modasa
મોડાસાઃ ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના વરઘોડા સમયે સર્જાયેલા ઘર્ષણમાં ગંભીર રીતે ઘવાયેલા અશ્વનું આખરે મોત થયું છે. વરઘોડા સમયે પથ્થરમારો થયો હતો, જેમાં અશ્વને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. અશ્વને ગંભીર ઇજાઓમાં માથાના ભાગે ટાંકા પણ લેવાયા હતા. 13 દિવસથી મોત સામે ઝઝૂમ્યા બાદ 14માં દિવસે અશ્વનું મોત થતાં વરરાજા પક્ષ સહિત ઘોડાના માલિક ઘેરા શોકમાં ઘરકાવ થયા છે.
![અનુસૂચિત જાતિના લગ્ન વરઘોડામાં થયેલી અથડામણમાં ઇજા પામેલા અશ્વનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3411346-thumbnail-3x2-sc.jpg?imwidth=3840)
ખંભીસર વરઘોડામાં ઈજાગ્રસ્ત બનેલા અશ્વનું મોત નિપજતા મોડાસા રૂરલ પોલીસે અશ્વના મૃતદેહનું મોડાસા પશુ દવાખાને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. વરઘોડામાં ઘર્ષણ થયા પછી ટોળા સામે થયેલી ફરિયાદમાં પશુવધની વધુ એક કલમનો ઉમેરો કરવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
અનુ.જાતિના લગ્ન વરઘોડા બાબતે થયેલ અથડામણામાં ઇજા પામેલ અશ્વ નુ મોત
મોડાસા- અરવલ્લી
મોડાસાના ખંભીસર ગામે અનુ.જાતિના યુવકના વરઘોડા સમયે સર્જાયેલા ઘર્ષણમાં ગંભીર રીતે ઘવાયેલા અશ્વનું આખરે મોત થયું છે. વરઘોડા સમયે પથ્થરમારો થયો હતો જેમાં અશ્વને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. અશ્વને ગંભીર ઇજાઓ થાં માથાના ભાગે ટાંકા પણ લેવાયા હતા. તેર દિવસથી મોત સામે ઝઝૂમ્યા બાદ ચૌદમાં દિવસે અશ્વનું મોત થતાં વરરાજા પક્ષ સહિત ઘોડાના માલિક ઘેરા શોકમાં ઘરકાવ થયા છે.
ખંભીસર વરઘોડામાં ઈજાગ્રસ્ત બનેલ અશ્વનું મોત નિપજતા મોડાસા રૂરલ પોલીસે અશ્વના મૃતદેહનું મોડાસા પશુ દવાખાને પીએમ કરાવ્યું હતું. વરઘોડામાં ઘર્ષણ થયા પછી ઘર્ષણમાં ટોળા સામે થયેલી ફરિયાદમાં પશુવધ ની વધુ એક કલમ નો ઉમેરો કરવા કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિઝયુઅલ – સ્પોટ