ETV Bharat / state

શામળાજી મંદિરમાં ભક્તોએ ગુરૂપુર્ણિમાની ઉજવણી કરી

રવિવારના રોજ અષાઢ સુદ પૂનમને ગુરુપૂર્ણિમાના દિવસે દરેક ભક્તો સદગુરુના ચરણોમાં શિષ નમાવી આશીર્વાદ લેતા હોય છે, ત્યારે યાત્રાધામ શામળાજી મંદિરમાં પણ ગુરુપૂર્ણિમાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તો શામળાજી મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા.

author img

By

Published : Jul 5, 2020, 3:36 PM IST

શામળાજી મંદિરમાં ભક્તોએ ગુરૂપુર્ણિમાની ઉજવણી કરી
શામળાજી મંદિરમાં ભક્તોએ ગુરૂપુર્ણિમાની ઉજવણી કરી

મોડાસાઃ સામાન્ય દિવસોમાં અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિરમાં ગુરુપૂર્ણિમાના દિવસે ભક્તોનું મહેરામણ ઉમટતુ હતું. જો કે આ વર્ષ કોરોના મહામારીના કારણે ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શને આવનાર તમામ ભક્તોને માસ્ક સાથે સેનેટાઇઝ તેમજ થર્મલ સ્ક્રિનિંગ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

ગુરુપૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળાજીનો અભિષેક કરી સોળ ઉપચાર વડે પૂજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ પણ ભગવાન શામળિયાને પોતાના ગુરુમાની સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામે સર્વેનું રક્ષણ કરે અને તમામ ભક્તોની ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એવી પ્રાર્થના કરી હતી.

મહત્વનું છે કે આજે એટલે કે રવિવારના રોજ સમગ્ર ગુજરાતમાં દરેક મંદિરોમાં આજે ગુરૂપુર્ણિમા નિમીત્તે લોકો મંદિરમાં ભગવાનની પૂજા કરી ભગવાન પાસે સુખ-શાંતિની માગણી કરતા હોય છે. તો અનેક મંદિરોમાં આજે હવન પણ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.