અરવલ્લી: જિલ્લાના મોડાસા ગામમાં શનિવારના રોજ મળી આવેલા પાંચ બાળકોને સલામત રીતે તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા છે. આ અંગે વાત કરતા ચાઇલ્ડ લાઇનના ટીમ મેમ્બર સમીમબેને જણાવ્યું હતું કે, ત્રણ બાળકોને હિંમતનગર ચિલ્ડ્રન હોમમાં અને બાળકીને અમદાવાદ ગર્લ્સ ચિલ્ડ્રન હોમમાં મુકવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. બાળકોને ચિલ્ડ્રન હોમમાં મુકવાનો આદેશ કરતા પેહલા બાળકોનો કોરોના ટેસ્ટ કરાવો જરૂરી હોવાથી ચાર બાળકોને લઇને કોરોના ટેસ્ટ માટે નર્સિંગ હોમમાં લઇ ગયા હતા .
પરંતુ, ત્યાં સગર્ભા બહેનોનો ટેસ્ટ થતો હોવાથી બાળકોને લઇને સાર્વજનિક હોસ્પિટલ ગયા હતા ત્યારે, માલપુર રોડ પર એક બાળક એકલો બેઠેલો જોયો. જેને ચાર બાળકોએ ઓળખી બતાવ્યો હતો. તેને પૂછતા જણાવ્યુ કે, રાત્રે ભીડના કારણે ત્યાથી ભાગી ગયો હતો. તે પાંચમુ બાળક મળતા બધા બાળકોના ઘરના સરનામા અને માતા-પિતાના નામ મળ્યા હતા . તેથી બાળકોને ચિલ્ડ્રન હોમમા મુકવાને બદલે સી.ડબલ્યુ.સી. દ્ધારા બાળકોને પરિવાર પાસે મોકલવાનો નિર્ણય કરાયો હતો .