ETV Bharat / state

બાયડમાં બાયો મેડીકલ વેસ્ટના ઢગલાથી સંક્રમણનો ભય - bio medical waste

અરવલ્લી જિલ્લાના બાયડ નગરના દહેગામ રોડ પર આવેલ પાલિકા સંચાલિત શૌચાલય બાયો મેડીકલ વેસ્ટ ડમ્પીંગ ગ્રાઉન્ડ બની ગયું છે. શૌચાલયની બાજુમાં નગરની કેટલીક કોવિડ હોસ્પિટલોનો બાયો મેડીકલ વેસ્ટ પડી રહેતા લોકોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે.

બાયડમાં બાયો મેડીકલ વેસ્ટના ઢગલાથી સંક્રમણનો ભય

author img

By

Published : May 24, 2021, 1:09 PM IST

  • શૌચાલયની બાજુમાં બાયો મેડીકલ વેસ્ટના ઢગલા
  • સંક્રમણ ફેલાવાનો ભય
  • નાગરિકોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે

અરવલ્લી: કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે બાયડ પાલિકા દ્વારા સફાઇમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. બાયડ નગરના દહેગામ રોડ પર પાલિકા સંચાલિત સૌચાલયની બાજુમાં બાયો મેડીકલ વેસ્ટના ઢગલા પડી રહ્યા હોવાથી સંક્રમણ ફેલાવાનો ભય છે. ત્યારે નાગરિકોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: આરોગ્ય પ્રધાનના હોમ ટાઉન કડીમાં બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ

કોવિડ હોસ્પિટલના વેસ્ટથી માર્ગ પરથી અવરજવર કરતા લોકોમાં સંક્રમણ થવાનું ભય

અરવલ્લી જિલ્લાના બાયડ નગરના દહેગામ રોડ પર આવેલ પાલિકા સંચાલિત શૌચાલય બાયો મેડીકલ વેસ્ટ ડમ્પીંગ ગ્રાઉન્ડ બની ગયું છે. શૌચાલયની બાજુમાં નગરની કેટલીક કોવિડ હોસ્પિટલોનો બાયો મેડીકલ વેસ્ટ પડી રહેતા લોકોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે. કોરોનાના સમયમાં જ્યારે વાઇરસ હવાથી ફેલાય છે. ત્યારે કોવિડ હોસ્પિટલનો બાયો મેડીકલ વેસ્ટ રસ્તા પર ખુલ્લો પડી રહેવાથી માર્ગ પરથી અવર-જવર કરતા લોકો તેમજ રહિશોને સંક્રમણ થવાનું ભય રહે છે.

બાયડમાં બાયો મેડીકલ વેસ્ટના ઢગલાથી સંક્રમણનો ભય

હોસ્પિટલો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી બાયડની જાગૃત જનતાની માગ

આ ઉપરાંત આ કચરો રખડતા ઢોર તેમજ ગાયો પણ ખાય છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા બાયડ નગરપાલિકામાં જાણ કરવામાં આવી હોવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. બાયડ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર પડેલો બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ તાત્લાલિક કરીને આ કચરો ઠાલવતી હોસ્પિટલો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી બાયડની જાગૃત જનતાની માગ છે.

આ પણ વાંચો: મોડાસામાં હોસ્પિટલની નીચે બાયો મેડીકલ વેસ્ટ પડી રહેતા લોકોમાં રોષ

અરવલ્લીમાં કોરોના કેસ

સમગ્ર રાજ્યની સાથે અરવલ્લીમાં પણ કોરોનાન કેસ ઝડપથી ઘટી રહ્યા છે. માત્ર એક સપ્તાહની અંદર કોરોના કેસનો આંકડા 100થી 13 સુધી પહોંચી ગયો છે. રવિવારના રોજ ગાંધીનગર આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ અરવલ્લીમાં માત્ર 13 દર્દીઓ કોરોનાગ્રસ્ત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.