ETV Bharat / state

અહીંના ધરતીપુત્રએ સૌ પ્રથમવાર ડ્રીપ ઇરીગેશનથી ડાંગરની ખેતી કરી, 1 વિઘામાં 110 મણથી વધુનું ઉત્પાદન - રાજ્યમાં ડાંગરનું ઉત્પાદન

ઓછા પાણીએ પાકનું વધુ ઉત્પાદન કઇ રીતે થઇ શકે તે જાણવું હોય ધનસુરાના પ્રગતિશીલ ખેડૂત જીતેશભાઇ પટેલ પાસેથી શીખવા જેવું છે. તેમણે સામાન્ય ખેડૂત કરતા અલગ ખેતી માટે અલગ રસ્તો અપનાવ્યો છે. તેમણે પરંપરાગત ખેતીની પદ્વતિ છોડી આધુનિક પદ્વતિ અપનાવી ડાંગરનું વાવેતર કર્યુ છે.

Aravalli news
અરવલ્લી ન્યૂઝ
author img

By

Published : Jul 12, 2020, 4:39 PM IST

અરવલ્લીઃ જિલ્લાના ધનસુરા તાલુકાના દોલપુરકંપાના જીતેશભાઇ પટેલે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી એગ્રિકલ્ચર વિષયમાં MMCનો અભ્યાસ કર્યો છે. કોઇ મોટી કં૫નીમાં સારા પગારની નોકરી સ્વીકારવાને બદલે પોતાના ગામમાં જ ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો અને આજે પોતાના સંયુક્ત પરિવારની 150 એકર જમીનમાં ખેતી કરી રહ્યા છે.

ધનસુરાના ખેડૂતે ખેતી માટે અપનાવી નવી રીત

  • આ ખેડૂતો કર્યો છે MMC સુધીનો અભ્યાસ
  • સંયુક્ત પરિવારની 150 એકર જમીનમાં કરી રહ્યા છે ખેતી
  • દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટીમાંથી હાંસલ કરી છે ડિગ્રી
  • ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી સૌપ્રથમ વખત કરી ડાંગરની ખેતી
  • એક વિઘામાં 110 મણથી વધુનું ઉત્પાદન થઇ શકે છે

આ અંગે વાત કરતા પ્રગતિશીલ ખેડૂત જીતેશભાઇ પટેલ કહે છે કે, સમંયાતરે પાકની ફેરબદલી કરવી જરૂરી છે, તેનાથી જમીનના પોષક તત્વો જળવાય રહે છે. હું પહેલા બટકા અને ડુંગળી જેવા કંદમૂળની ખેતી કરતો હતો, તે પહેલા ચોમાસા દરમિયાન શાકભાજીનું પણ વાવેતર કરતો હતો. પરંતુ કૃષિ વૈજ્ઞાનિકની સલાહથી ચાલુ વર્ષે પાકની ફેરબદલી કરવાનો વિચાર કર્યો અને ડાંગરના ધરૂનું વાવેતર કર્યું, પણ અનિયમિત વરસાદની ચિંતા હતી.

વધુમાં તેમણે કહ્યું કે, ડાંગરની ખેતી માટે ક્યારામાં પાણી સમપ્રમાણમાં જળવાય રહે તે જરૂરી હતું. જે શક્ય હતું નહી અને કૂવાના પાણી દ્વારા જો ક્યારા ભરવામાં આવે તો પાણીનો વપરાશ વધી જાય તેમ હતો. તેથી મે ટપક સિંચાઇ દ્વારા ડાંગરનું વાવેતર કરવાનું નક્કી કર્યુ અને 50 વિઘામાં ટપકથી ડાંગરનું વાવેતર કર્યુ છે અને તેમાં સફળતા પણ મળી છે.

અહીંના ધરતીપુત્રએ સૌ પ્રથમવાર ડ્રીપ ઇરીગેશનથી ડાંગરની ખેતી કરી

જીતેશભાઇ આગળ વાત કરતા જણાવે છે કે, આ વિસ્તારની જમીન બહુ પાતળી હોય છે. તેથી પાણીના ક્યારા કરવા છતાં પાણી શોષાઇ જાય છે. તેથી ડ્રીપ પદ્ધતિથી મે વાવેતર કર્યુ હતું. જેનાથી પાણીની 80 ટકાથી વધુ બચત થાય છે અને ડ્રીપ મારફતે દવાઓ આપવામાં સરળતા રહે છે, જે છોડના મૂળ સુધી જાય છે. જેનાથી પાકની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થાય છે. એક વિઘામાં અંદાજે 110 મણથી વધુ ઉત્પાદન મળે છે. આ ખેત પદ્ધતિ ખેડૂતો માટે નવી રાહ ચિંધનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.