ETV Bharat / state

ખંભીસર અનુસુચિત જાતિના વરઘોડા મામલે પરિવારજનોએ DYSP વિરૂદ્ધ કરી ફરિયાદની માંગ

અરવલ્લી: મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના રવિવારે લગ્ન હોવાથી પોલીસ રક્ષણ સાથે ગામમાં DJ સાથે વરઘોડો નીકળ્યો હતો. જેમાં જાહેરમાર્ગ પર ગામની સવર્ણ વર્ગની મહિલાઓ દ્વારા ભજન-કીર્તન કરી વરઘોડાને અટકાવ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

અરવલ્લી
author img

By

Published : May 14, 2019, 6:40 PM IST

મળતી માહિતી અનુસાર, મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં વરઘોડા કાઢવાની બાબતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં આ વરઘોડો જ્યારે નીકળી રહ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે હાજર હતો. તેમ છતાં વરરાજાના પરિવારજનો એ પોલીસે ઉપર આક્ષેપ લગાવ્યો હતો કે, તે જાહેરમાર્ગ પરથી મહિલાઓને હટાવવામાં નિષ્ફળ રહી હતી. આ દરમિયાન બંને જૂથો વચ્ચે અથડામણની ઘટના બની હતી અને સામસામે પથ્થરમારો પણ થયો હતો. આ પથ્થરમારામાં બંને જૂથના અમુક લોકો અને પોલીસકર્મીઓને ગંભીર ઇજા પહોંચી હતી.

ખંભીસર અનુસુચિત જાતિના વરઘોડા મામલે પરિવારજનોએ DYSP વિરૂદ્ધ કરી ફરિયાદની માંગ

વરરાજાના પરિવારે મહિલા DYSP ફાલ્ગુની પટેલ અને PSI ચાવડાએ દલિત સમાજને રક્ષણ આપવાના બદલે તેમના પર અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ ઘટનાને લઈને અનુસુચિત જાતિના અગ્રણીઓ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં DYSP ફાલ્ગુની પટેલ અને PSI ચાવડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં હતા.

ખંભીસર અનુ.જાતિના વરઘોડામાં બબાલ બાબતે ડી વાય એસ પી વિરૂદ્ધ ફરિયાદ કરવા માંગ

                 મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં  ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના રવિવારે લગ્ન હોવાથી પોલીસ રક્ષણ સાથે ગામમાં ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો . જાહેરમાર્ગ પર ગામની સવર્ણ વર્ગની  મહિલાઓએ ભજન-કીર્તન કરી વરઘોડાને અટકાવતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે હોવા છતાં જાહેરમાર્ગ પરથી મહિલાઓને હટાવવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમ્યાન બંને જૂથ સામસામે આવી ગયા હતા અને ત્યારબાદ બંને જૂથ વચ્ચે  પથ્થરમારા માં બંને જૂથના કેટલાક લોકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

                આ વચ્ચે   મહિલા ડીવાયએસપી ફાલ્ગુની પટેલ અને પીએસઆઈ ચાવડા દલિત સમાજને રક્ષણ આપવાના બદલે તેમની સાથે અભદ્ર શબ્દ પ્રયોગ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે .  આ ઘટના ને લઈ  અનુ.જાતિના અગ્રણીઓ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ડી વાય એસ પી ફાલ્ગુની બેન પટેલ અને પી.એસ.આઈ ચાવડા વિરૂધ્ધ  ફરિયાદ નોંધવા પહોંચ્યાં હતા. જોકે  ફરિયાદ નોંધવામાં ઠાગા ઠૈયા કરતા પોલીસતંત્ર અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરતા વાતાવરણ ગરમાયુ હતું 
            
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.