જો કે, અરવલ્લીમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે ગરબાના મેદાનોમાં ખાબોચિયા ભરાઈ ગયા છે. આયોજકોએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે, પરંતુ તેઓ મૂંઝવણમાં મુકાયા છે.
તહેવાર સમયે કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર હંમેશા તૈયાર રહે છે, અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર એ લોકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરી છે. કોઈ પણ પરિસ્થિતિમાં હેલ્પલાઇન નંબર પર જાણ કરવા અરવલ્લી જિલ્લા DYSP ફાલ્ગુની બહેન પટેલે જણાવ્યું હતું.