મોડાસામાં તાલુકા હેલ્થ ઓફીસનો સમય સવારે 10.30 વાગ્યાનો હોય છે. પરંતુ, કર્મચારી કામના સમયે ઓફિસના બદલે ઘરે હાજર હોય છે અને 11.00 કલાકે ઓફીસે હાજર થતા હોય છે. જેના કારણે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડે છે.
અરજદારો ની માગ છે કે સમયસર ઓફીસ શરૂ કરવામાં આવે તો સમય વ્યય ન થાય અને કર્મચારી પોતાની આળસ ખંખેરે તો સરકારની આ યોજનાનો લાભ લોકો સુધી પહોચી શકે.